• કોરોનાના કારણે હવે તમામ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો
  • યુનિફોર્મની દુકાનો બહાર લાંબી કતારો હોવાથી બાળકો કંટાળી ગયા
  • કલાકથી લાઈનમાં ઊભા રહ્યા બાદ માંડ યુનિફોર્મ લેવાનો વારો આવે છે

WatchGujarat.  રાજ્યભરમાં ધો.1થી 5ના વર્ગો હવે શરૂ થઈ ગયા છે. વાલીઓની સમંતી સાથે જ બાળકો શાળાએ જવા લાગ્યા છે. પરંતુ ઓફલાઇન શાળાઓ શરૂ થતાં જ સૌથી મોટી જરૂરિયાત સ્કૂલ યુનિફોર્મની ઉભી થઇ છે. જેને લઈને યુનિફોર્મની દુકાનો બહાર લોકોની ઘણી લાંબી કતારો જોવા મળી રહી છે. માપ અને સાઈઝનાં કારણે કેટલાક વાલીઓ બાળકોને પણ સાથે રાખીને જ યુનિફોર્મ લેવા જતા હોય છે. જો કે આ લાંબી કતારો હોવાથી બાળકો કંટાળી ગયા હતા. અને એક નાનકડી છાત્રાએ તો કહ્યું હતું કે, કોરોનાને કારણે બધે લાઈન છે.

રાજકોટનાં પંચનાથ મંદિર નજીક આવેલી યુનિફોર્મની દુકાને આજે યુનિફોર્મ લેવા વાલીઓની લાઈન જોવા મળી હતી. સવારથી જ યુનિફોર્મ લેવા માટે વાલીઓ લાઈનમાં ઊભા રહી ગયા હતા. અંદાજે એકાદ કલાકે યુનિફોર્મ લેવા વારો આવે તેવી ભીડ પણ જોવા મળી હતી. વાલીઓ સાથે તેના બાળકો પણ યુનિફોર્મ લેવા પહોંચ્યા હતા અને કહ્યું હતું કે, કોરોનાના કારણે હવે તમામ જગ્યાએ લાઈનમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે. કલાકથી લાઈનમાં ઊભા રહ્યા બાદ માંડ યુનિફોર્મ લેવાનો વારો આવે છે.

ઉલ્લેખનીય છે કે, હાલ બે વર્ષ બાદ શાળાઓ ખુલી છે. ત્યારે જુના યુનિફોર્મ કરતા બાળકો મોટા થઈ ગયા હોય નવા લેવાની ફરજ પડી છે. વળી સરકાર દ્વારા એકદમ અચાનક શાળા શરૂ કરવાની જાહેરાત થવાને કારણે વેપારીઓને પણ સ્ટોક મંગાવવાનો સમય મળ્યો નથી. જેને લઈને બજારોમાં યુનિફોર્મ ઉપરાંત સ્ટેશનરીની વસ્તુઓમાં સાધારણ અછત જેવો માહોલ જોવાઇ રહ્યો છે. જો કે વેપારીઓનું કહેવું છે કે, આગામી બે ત્રણ દિવસોમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે. માટે ખાસ કોઈ ચિંતાની જરૂર નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud