બસમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા છે, જેને લઈને સ્કૂલ-કોલેજે જતા વિદ્યાર્થીઓ પોતાની બેગ સાથે દરવાજા પર લટકી રહ્યા છે – જેનો વિડીયો વાયરલ થયો
બસ 18 નંબરની હોવાનું પણ વિડીયો દ્વારા જાણી શકાય છે
કોઈ અકસ્માતે દરવાજે લટકતા મુસાફરોનો જીવ જોખમાય તો જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ
WatchGujarat. શહેરની સિટીબસ સેવા વારંવાર વિવાદમાં આવતી હોય છે. હાલમાં જ સિટીબસનાં ડ્રાઈવર અને કંડકટરે રીક્ષા ચાલકને ઢોર માર માર્યાનો વિડીયો સામે આવ્યા બાદ બંનેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે શહેરના કાલાવડ રોડ પરનો સિટી બસનો વીડિયો વાઇરલ થયો છે. જેમાં બસમાં હકડેઠઠ મુસાફરો બેઠા છે. સાથે જ બસના દરવાજામાં યુવાનો લટકતા નજરે પડે છે. સમગ્ર મામલે મેયર પ્રદીપ ડવ દ્વારા તપાસનાં આદેશો અપાયા છે. હાલ આ વિડીયોને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે.
https://youtu.be/eOIuNSsNNL4
વાયરલ વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, બસમાં કેપેસિટી કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા છે. જેને લઈને સ્કૂલ-કોલેજે જતા વિદ્યાર્થીઓ પોતાની બેગ સાથે દરવાજા પર લટકી રહ્યા છે. છતાં પણ આ બસ સારી એવી સ્પીડમાં ચાલતી હોવાનું પણ જોઈ શકાય છે. આ બસ 18 નંબરની હોવાનું પણ વિડીયો દ્વારા જાણી શકાય છે. ત્યારે કોઈ અકસ્માતે દરવાજે લટકતા મુસાફરોનો જીવ જોખમાય તો જવાબદાર કોણ ? તે સૌથી મોટો સવાલ છે. સાથે જ આ સમયે કોરોના સંક્રમણની સાથે સાથે ઓમિક્રોનની દહેશત પણ છે, ત્યારે સંક્રમણ વધે તો તે માટેની જવાબદારી કોણ લેશે ?
શહેરનાં મેયર ડો.પ્રદીપ ડવે આ સિટી બસના વાઇરલ વીડિયો અંગે જણાવ્યું હતું કે, હાલમાં વાઇરલ વીડિયો અંગે જવાબદાર અધિકારીઓને તપાસ કરવા આદેશ આપવામાં આવ્યા છે. તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. જો કે મુસાફરોને પણ આ રીતે બસના દરવાજા સાથે લટકીને મુસાફરી ન કરવા અપીલ પણ મેયરે કરી છે. સાથે આ રૂટ પર સવારના સમયે વિદ્યાર્થીઓની અવર જવર વધુ રહેતી હોય તો જરૂર પડ્યે બસની સંખ્યા વધારવાની તૈયારી પણ મેયરે દર્શાવી છે.