• જીનેન્દ્ર અપરિણિત અને આઇટી કંપનીમાં નોકરી કરે છે
  • ભાઈ-ભાભી દિવાળીની રજાઓને કારણે બે દિવસ પહેલા જ પુના રહેતા મામાને ત્યાં ગયા
  • જીનેન્દ્રએ રીસીવ કરતા રાજકોટમાં જ રહેતા અન્ય સંબંધીને ઘરે તપાસ કરવા મોકલ્યા

WatchGujarat. શહેરના રવિ રત્ન પાર્ક ચોક નજીકનાં યુવકે અંગ્રેજીમાં સ્યુસાઈડ નોટ લખી આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. યુનિ. રોડ નજીક રહેતા 23 વર્ષીય જીનેન્દ્ર દિપકભાઈ મહેતાએ “આઈ એમ કમીટીંગ સ્યુસાઈડ ઓન્લી બીકોઝ ઓફ માય મેન્ટલ ઈન્સ્ટેબિલિટી, નો વન એલ્સ ઈઝ રીસ્પોન્સીબલ ફોર માય ડેથ” લખી નીચે પોતાની સહી કરી આપઘાત કર્યો હતો. અંગ્રેજીમાં પોતે માનસિક અસ્થિરતાને કારણે આપઘાત કરતો હોવાનું તેમજ આ માટે અન્ય કોઈ જવાબદાર નહીં હોવાનું જણાવી યુવકે ભરેલા છેલ્લા પગલાંને લઈને પોલીસ પણ આશ્ચર્યમાં મુકાઈ છે. અને હાલ મૃતકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોનાં જણાવ્યા મુજબ, જીનેન્દ્ર અપરિણિત અને આઇટી કંપનીમાં નોકરી કરે છે. હાલ ભાઈ-ભાભી સાથે રહેતો હતો. ભાઈ-ભાભી દિવાળીની રજાઓને કારણે બે દિવસ પહેલા જ પુના રહેતા મામાને ત્યાં ગયા હતા. પાછળથી તેના ભાઈએ ગઈકાલે કોલ કર્યો હતો. પરંતુ જીનેન્દ્રએ રીસીવ કર્યો ન હતો. ગઈકાલે સવારે ફરીથી કરેલો કોલ પણ રીસીવ નહી કરતા રાજકોટમાં જ રહેતા અન્ય સંબંધીને ઘરે તપાસ કરવા મોકલ્યા હતા. જ્યાં તેઓએ તપાસ કરતા દરવાજો અંદરથી બંધ હતો. ઘણીવાર ખટખટાવવા છતાં કોઈએ દરવાજો નહી ખોલતા બારીની ગ્રીલ તોડી અંદર જોતા સીડીની ગ્રીલ સાથે ચાદર બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં જીનેન્દ્રની લાશ મળી આવી હતી.

આ બનાવની જાણ થતા ગાંધીગ્રામ-2 પોલીસ સ્થળ પર પહોંચી હતી.ત્યારે જીનેન્દ્રએ અંગ્રેજીમાં લખેલી સ્યુસાઈડ નોટ મળી હતી. જેમાં તેણે લખ્યુ છે કે, “આઈ એમ કમીટીંગ સ્યુસાઈડ ઓન્લી બીકોઝ ઓફ માય મેન્ટલ ઈન્સ્ટેબિલિટી, નો વન એલ્સ ઈઝ રીસ્પોન્સીબલ ફોર માય ડેથ” જીનેન્દ્ર ત્રણ ભાઈઓમાં નાનો હતો. તેણે અચાનક ભરેલા આ પગલાથી તેના પરિવારમાં ઘેરો શોક છવાયો છે. હાલ પોલીસે તેની માનસિક સ્થિતિ અંગે હકીકત જાણવા પૂછપરછ હાથ ધરી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud