મહિલા કોલેજ અંડરબ્રિજમાંથી પસાર થતી વેળાએ બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સજાર્યો, ઘવાયેલા બંન્ને મિત્રોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા
ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્રસિંહ ડાભીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દીધો
દેવેન્દ્રસિંહ ડાભી બે બહેનોનો એકનો એક લાડકવાયો ભાઇ અને વિધવા માતાનો આધારસ્તંભ પુત્ર હતો
દરરોજ સર્જાતા અકસ્માતો બાદ પણ તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નિપજયું
WatchGujarat. શહેરના કાલાવડ રોડ પરના મહિલા કોલેજ અન્ડરબ્રીજમાં તંત્રની ઘોરબેદરકારીના કારણે દરરોજ બાઇક સ્લીપ થતા અકસ્માતો સર્જાઇ રહ્યા છે. ત્યારે મધરાત્રે મિત્ર સાથે નિકળેલા મીકેનીકલ એન્જીનિયરનું હાર્લી ડેવિલ્શન સ્લીપ થતા અકસ્માત સર્જાર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આશાસ્પદ યુવકનું મોત નિપજયુ છે. જ્યારે બાઇકમાં સવાર તેના મિત્રને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયો છે. એન્જીનીયરનાં મોટથી બે બહેનોએ એકમાત્ર ભાઇ તો વિધવા માતાએ એકમાત્ર આધારસ્તંભ ગુમાવ્યો છે. અને પરિવારમાં અરેરાટી સાથે કાળો કલ્પાંત સજાર્યો છે.
જાણવા મળતી વિગત મુજબ શહેરમાં નાનામવા મેઇન રોડ પર આવેલા રાજનગર ચોકમાં રહેતા અને મવડી ફાયર સ્ટેશન પાસે આવેલા આરકે ઇન્ડસ્ટ્રીઝ મીકેનીક એન્જીનિયર તરીકે ફરજ બજાવતો 24 વર્ષીય ડાભી દેવેન્દ્રસિંહ ભુપતસિંહ પોતાના 23 વર્ષીય મિત્ર હર્ષદ રાવરાણી સાથે પોતાના હાર્લી ડેવિલ્શન લઇને કોટેચા ચોકથી કીશાનપરા ચોક તરફ જઇ રહ્યો હતો.
દરમિયાન મહિલા કોલેજ અંડરબ્રિજમાંથી પસાર થતી વેળાએ બાઇક સ્લીપ થઇ જતા અકસ્માત સજાર્યો હતો. અકસ્માતમાં ઘવાયેલા બંન્ને મિત્રોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં ગંભીર રીતે ઘવાયેલા દેવેન્દ્રસિંહ ડાભીની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ હોસ્પિટલના બીછાને દમ તોડી દેતા પરીવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સજાર્યો હતો.
પ્રાથમિક જાણકારી મુજબ મૃતક દેવેન્દ્રસિંહ ડાભી બે બહેનોનો એકનો એક લાડકવાયો ભાઇ અને વિધવા માતાનો આધારસ્તંભ પુત્ર હતો. દેવેન્દ્રસિંહ ડાભી મવડી ફાયર સ્ટેશન પાસે આરકે ઇન્ડસ્ટ્રીઝમાં મીકેનીક એન્જીનિયર તરીકે નોકરી કરતો હતો. ગતરાતે પોતાના મિત્ર હર્ષદ રાવરાણી સાથે કીશાનપરા ચોકમાં નાસ્તો કરવા જતો હતો ત્યારે આ દુર્ઘટના બની હતી.
નોંધનીય છે કે, મહીલા કોલેજ અંડરબ્રિજમાં દરરોજ બાઇક સ્લીપ થવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. ત્યારે ચોમાસામાં વિદાયના એકાદ માસ બાદ પણ મહિલા કોલેજ અંડરબ્રિજમાં પાણીની સરવાણી ચાલુ રહેતા બાઇક અકસ્માતની ઘટનાઓમાં વધારો નોંધાઇ રહ્યો છે. દરરોજ સર્જાતા અકસ્માતો બાદ પણ તંત્રની ઘોર બેદરકારીના કારણે વધુ એક અકસ્માતમાં આશાસ્પદ યુવકનું મોત નિપજયું છે. ત્યારે હવે તંત્રની ઊંઘ ક્યારે ઉડે છે અને આ મામલે ક્યારે પગલાં લેવાય છે તે તો આવનારો સમય જ બતાવશે.