• મૃતક યુવકનાં શરીરનાં પાંચ અંગનું દાન કરવામાં આવ્યું
  • રાજકોટ વહીવટીતંત્ર દ્વારા ગ્રીન કોરિડોર સહિતની વ્યવસ્થા કરવામાં આવી
  • ગ્રીન કૉરીડોર મદદથી હ્ર્દયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવશે

WatchGujarat. જામનગરમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા યુવકને અકસ્માત દરમિયાન માથામાં ઈજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. જો કે અહીં યુવક બ્રેઈનડેડ જાહેર થતા પરિવારજનો દ્વારા અંગદાનનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત મૃતક યુવાનનાં 5 અંગોનું દાન કરવામાં આવ્યું હતું. આ માટે સીનર્જી હોસ્પિટલ દ્વારા વહીવટી તંત્ર સાથે મળી ગ્રીન કોરીડોર સહિતની જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી હતી.

જાણવા મળતી વિગત અનુસાર દીપક ત્રિવેદી નામનો આ યુવક બ્રેઇન ડેડ જાહેર થતા તેના હૃદય સહીત 5 અંગોનું દાન કરી અન્યના જીવનમાં અજવાળું પાથરવા અંગેનો મોટો અને સરાહનીય નિર્ણય પરિવારજનોએ લીધો છે. દીપક ત્રિવેદીના હૃદયનું દાન એક વ્યક્તિને નવજીવન આપશે. અમદાવાદની ખાનગી હોસ્પીટલમાં આ કાર્યવાહી થશે. જયારે અમદાવાદની અન્ય એક ખાનગી હોસ્પિટલમાં દર્દીને લીવરનું ટ્રાન્સપ્લાન્ટ તો અન્ય દર્દીઓને 2 કિડની જયારે આઇબેન્કમાં આંખોનું અનુદાન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર પ્રક્રિયા માટે ગ્રીન કોરિડોર સહિતની વ્યવસ્થા રાજકોટ વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે.

સમગ્ર મામલે સીનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડો.સુરસિંહ બારડે કહ્યું હતું કે , જામનગરના દિપક ત્રિવેદી નામના દર્દીનું નાની ઉંમરે બ્રેનસ્ટ્રોકના કારણે બ્રેઇનડેડ જાહેર થતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગૃત કરતા પરિવારજનોએ અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો. જેને લઈને ગ્રીન કૉરીડોર મદદથી હ્ર્દયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલ પહોંચાડવામાં આવશે. જયારે બે કિડનીઓ અને લીવર ઝાયડસ હોસ્પિટલેબાય રોડ પહોંચાડવામાં આવશે. તો આ દર્દીની બંને આંખનું રાજકોટમાં જ દાન કરવામાં આવનાર હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે સીનર્જી હોસ્પિટલ દ્વારા અગાઉ બે વખત અમદાવાદ ખાતે કિડની ડોનેટ કરવામાં આવી ચૂકી છે. જયારે હ્ર્દય અને લિવરનું ડોનેશન પ્રથમવાર કરવામાં આવી રહ્યું છે

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud