• આ માત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું નહીં પરંતુ ભાજપના કાર્યકરનું જાજરમાન સન્માન થયું છે – વજુભાઇ વાળા
  • પૂર્વે કોંગ્રેસની સરકારો તો અમેરિકાથી ફફડતી હતી

WatchGujarat. સુશાસન સપ્તાહની પૂર્ણાહુતિ પ્રસંગે આજે ધર્મેન્દ્રસિંહજી કોલેજના મેદાનમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન રાજયના પૂર્વ પ્રધાન, કર્ણાટકના ભૂતપૂર્વ રાજયપાલ અને ભાજપના દિગ્ગજ નેતા વજુભાઇ વાળાએ સટાસટી બોલાવી હતી. આ તકે ભારત માતા કી જયનો નારો બુલંદ અવાજે બોલાવ્યા બાદ તેમણે અટલજીની પ્રશંસા કરતા-કરતા કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. અને કહ્યું હતું કે, અટલજીએ પોખરણમાં ધડાકા કર્યા હતા. પણ હરામનું ખાનારા કોંગ્રેસીઓ પોખરામાં જ ધડાકા કરી શકે.

વજુભાઇ વાળાએ જણાવ્યું હતું કે, આ માત્ર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનું નહીં પરંતુ ભાજપના કાર્યકરનું જાજરમાન સન્માન થયું છે. કેટલું જીવ્યા એ નહીં પરંતુ કેવું જીવ્યા એ મહત્વનું છે. અને આ વાત અટલજીના જીવનનો જ સંદેશો છે. અગાઉ કારગીલ યુધ્ધ વખતે અમેરિકાના પ્રમુખે ફોન કરીને લડાઇ પડતી મુકવાનો અનુરોધ કર્યો હતો. પરંતુ જગત જમાદારને ઇન્કાર કરનાર અટલજી હતા. ભારતની ધરતી પરથી દુશ્મનો ખસે તે બાદ જ યુધ્ધ પુરૂ થશે તેવું કહી દીધું હતું. તો તે પૂર્વે કોંગ્રેસની સરકારો તો અમેરિકાથી ફફડતી હતી.

પોખરણમાં અણુ ધડાકા વખતે કોંગ્રેસે ભારતને દુનિયા લોન નહીં આપે તેવું કહ્યું હતું. પરંતુ કોંગ્રેસમાં આવી હિંમત જ ન હતી. પોખરણમાં નવું પરીક્ષણ થયું ત્યારે અમે જડબાતોબ જવાબો પણ આપ્યા હતા. કોંગ્રેસની વાતો સાંભળીને એવું લાગતું હતું કે આ લોકો સંડાસના પોખરામાં જ ધડાકા કરી શકે છે, પોખરણમાં ધડાકા કરવા તેઓનું કામ નહીં..! અટલજી હિંમતવાન શાસક હતા. માતભૂમિની રક્ષા અને ગૌરવ વધારવા માટે તેમણે અણુ પરીક્ષણ કરીને તેમણે આખી દુનિયાને ભારતની તાકાતનો પરચો દેખાડયો હતો.

Facebook Comments Box

Videos

Our Partners