• બાઇકની માસિક પેનલ્ટી 300,તો કારની 500,બાઇકની રિ-રજિસ્ટ્રેશનની ફી 500થી 1250 કરી દીધી
  • કાર રિ-રજિસ્ટ્રેશન ચાર્જ 800થી વધારી 5200
  • 15 વર્ષ જૂની કાર ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનો ચાર્જ વધારી 5200 રૂપિયા કરી દેવાયો

 WatchGujarat.રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા જૂના વાહનોની સ્ક્રેપ પોલિસી જાહેર કરાયા બાદ 15 વર્ષ જૂના વાહનો ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાના ચાર્જમાં ધરખમ વધારો ઝીંકી દેવાયો છે.
મિડીયા રિપોર્ટ મુજબ પહેલી એપ્રિલથી લાગુ થયેલા ચાર્જ પર નજર કરીએ તો 15 વર્ષ જૂની કાર ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનો ચાર્જ વધારી 5200 રૂપિયા કરી દેવાયો છે. આ ચાર્જ અત્યાર સુધી માત્ર 800 રૂપિયા હતો. એટલે કે વાહન માલિકોએ 4400 રૂપિયાનો વધારાનો ચાંદલો કરવાની નોબત આવી છે. તેવી જ રીતે 15 વર્ષ જૂની બાઇક ફરીથી રજિસ્ટ્રેશન કરાવવાનો જે ચાર્જ 500 રૂપિયા હતા તે હવે 1250 રૂપિયા કરી દેવાયો છે. જ્યારે થ્રી- વ્હીલરનો 800 રૂપિયાનો ચાર્જ વધારી 3300 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. જેટલા દિવસ મોડુ રિ-રજિસ્ટ્રેશન કરાવાશે તેટલા સમય માટે અલગથી પેનલ્ટી વસૂલાશે.રજિસ્ટ્રેશનની અવધિ પૂરી થયા બાદ બાઇકના મહિનાદીઠ 300 અને કારના મહિનાદીઠ 500 રૂપિયા પેનલ્ટી અલગથી ભરવી પડશે.

આ ઉપરાંત રાજ્યના વાહન વ્યવહાક વિભાગ દ્વારા આગામી દિવસમાં ખાનગી વ્હીકલ ફિટનેસ સેન્ટર શરૂ કરવા તજવીજ હાથ ધરાઇ છે. ત્યારે ખાનગી વ્હીકલ સેન્ટર શરૂ થયા બાદ વાહન માલિકોએ 15 વર્ષ જૂના વ્હીકલના રિ- રજિસ્ટ્રેશન માટે અલગથી ચાર્જ ચૂકવવો પડશે. પ્રાઇવેટ ફિટનેસ સેન્ટર શરૂ થયા બાદ વાહનમાલિકોએ ફિટનેસ ટેસ્ટ માટે ટુવ્હિલરના 400 અને થ્રી વ્હીલર- ફોર વ્હીલરના 800 રૂપિયા અલગથી ચૂકવવા પડશે. ઇન્પોર્ટેડ કેટેગરીના વ્હીકલની રિ-રજિસ્ટ્રેશનની ફીમાં પણ વધારો કરાયો છે. ટુવ્હીલરના 10,000 અને કારના 40,000 રૂપિયા ફી નક્કી કરાયા છે.

15 વર્ષ જૂની કાર રજિસ્ટ્રેશન વિના હંકારી તો 5000 દંડ

નવુ વાહન ખરીદવામાં આવે ત્યારે રજિસ્ટ્રેશનની અવધિ 15 વર્ષની આપવામાં આવે છે. 15 વર્ષ પછી વ્હીકલ રોડ પર ચલાવવા યોગ્ય છે કે નહીં તેના ફિટનેસની ચકાસણી આરટીઓમાં કરાવી વ્હીકલનું ફરીથી રજિસ્ટ્રેશન કરાવવુ પડે છે. બીજી વખત 5 વર્ષ માટે રજિસ્ટ્રેશનની અવધિ આપવામાં આવે છે. હવે જો 15 વર્ષ પૂરા થયા બાદ વ્હીકલનું રિ-રજિસ્ટ્રેશનની કરાવવામાં નહીં આવે અને પોલીસ કે આરટીઓ વાહન પકડે તો તેનો દંડ ખૂબ જ વધુ છે. ટુવ્હીલર માટે 2000 અને કાર માટે 5000 રૂપિયાનો દંડ નક્કી કરવામાં આવ્યો છે.

Facebook Comments Box

Videos

Our Partners