10 વર્ષીય અને પાંચ વર્ષીય એમ બે સગા ભાઈઓની હત્યા
બંને માસુમોની ઠંડા કલેજે નિર્મમ હત્યા કરતા ચકચાર મચી
ગણતરીના કલાકોમાં જ બંને માસૂમ બાળકોના હત્યારાને ઝડપી પાડ્યો
Watchgujarat.દસેક દિવસ પહેલાંના સામાન્ય ઝઘડાથી અપમાનિત થયેલા ધાનપુર તાલુકાના કાંટુ ગામના યુવકે તેના જ ગામના 10 વર્ષીય અને પાંચ વર્ષીય એમ બે સગા ભાઈઓનું ટિફિન જમાડવાની લાલચ આપી અપહરણ કરી બંને માસુમોની ઠંડા કલેજે નિર્મમ હત્યા કરતા ચકચાર મચી હતી. હત્યા બાદ એકની લાશને આમલી મેનપુર ગામના જંગલમાં પાણીના ટાંકાની બાજુમાં નાના મોટા પથ્થરોથી દાટી દેતા તેમજ બીજા ભાઈની લાશને સીમામોઈ ગામના કુવામાં ફેંકી દીધી હતી. આ મામલે પોલીસે બંને મૃત બાળકોની લાશનો કબજો લઇ પીએમ માટે ધાનપુર સરકારી દવાખાને મોકલી હતી. ધાનપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને માસૂમ બાળકોના હત્યારાને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલ્યા હતા.
બે સગા ભાઈઓને ટિફિન જમાડવાની લાલચ આપી હતી
મળતી માહિતી મુજબ ધાનપુર તાલુકાના કાંટુ ગામના નિશાળ ફળિયાના રાજેશ ઉર્ફે રાજુ ભાઈ મનુભાઈ મોહનીયા દસેક દિવસ પહેલાં સામાન્ય ઝઘડાને કારણે અપમાનિત થયા હતા. તે બાબતની અદાવત રાખી રાજેશ ઉર્ફે રાજુ ભાઈ મોહનીયાએ ફળિયામાં રહેતા શંકરભાઈ વીરસીંગભાઇ બામણીયાના ઘરે રમવા આવેલ 10 વર્ષીય દિલીપ નરવતભાઈ બામણીયા તથા તેનો નાનો ભાઈ પાંચ વર્ષીય રાહુલ નરવતભાઈ બામણીયા એમ બે સગા ભાઈઓને ટિફિન જમાડવાની લાલચ આપી હતી અને પોતાની લાલ કલરની બાઈક પર બેસાડી અપહરણ કરી ગયા હતા. ત્યારે 10 વર્ષીય દિલીપ નરવતભાઈ બામણીયા અને પાંચ વર્ષીય રાહુલભાઈ બામણીયાની કોઈ હથિયાર વડે નિર્મમ હત્યા કરી હતી.
બંને ભાઈઓ અંધારું થયા છતાં ઘરે ન આવતાં માતા-પિતા ચિંતિત
દિલીપની લાશને આમલી મેનપુર ઘાટાના જંગલમાં પાણીના ટાંકા પાસે નાના-મોટા પથ્થરોથી દાટી દીધી હતી. અને પાંચ વર્ષીય રાહુલની લાશને સીમામોઈ ગામના કૂવામાં નાખી દીધી હતી. જ્યારે બીજી તરફ બંને ભાઈઓ અંધારું થયા છતાં ઘરે ન આવતાં તેઓના ચિંતિત માવતરે ગામમાં તપાસ કરી હતી પરંતુ બંનેની કોઈ ભાળ ન મળતાં તેઓએ આ મામલે ધાનપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ઘટનાની જાણ કરતા ધાનપુર પોલીસે આ મામલે જાણવાજોગ નોંધી બંને ગુમસુદા ભાઈઓની શોધખોળ આદરી હતી.
બંને ભાઇની હત્યા કરીને લાશ દાટી દીધી હતી
ગામનું જંગલ ખૂંદી વળ્યા હતા પરંતુ તે બંને ભાઈઓની કોઈ ભાળ મળી ન હતી એવામાં ગત રોજ તારીખ 12-5-2022ના રોજ 10 વર્ષીય દિલીપભાઈની લાશ આમલી મેનપુર ગામે ઘાટાના જંગલમાંથી નાના મોટા પથ્થરો નીચે દાટેલી હાલતમાં મળી આવી હતી. ધાનપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ બંને માસુમ છોકરાઓની ઠંડે કલેજે હત્યા કરી પોતાના કામને અંજામ આપનાર કાંટુ ગામના રાજેશ ઉર્ફે રાજુભાઈ મનુભાઈ મોહનીયાને રાછવા ઘાટાની ખજુરી ચોકડીથી કોર્ડન કરી ઝડપી પાડયો હતો. આ મામલે સઘન પુછપરછ હાથ ધરી હતી. જેમાં તેને બંને ભાઇઓની હત્યા કરી તેઓની લાશને કેવી રીતે ઠેકાણે પાડી તેની વિગતવાર કબૂલાત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે પોલીસે બન્ને મૃતક ભાઈઓની લાખનું પંચનામુ કરી પીએમ માટે તેની ધાનપુર સરકારી દવાખાને મોકલી આપી હતી. આ મામલે ધાનપુર પોલીસે રાજુભાઈ મનુભાઈ મોહનીયા વિરુદ્ધ કિડનેપિંગ વિથ મર્ડરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.