• સરકારી કર્મચારીઓની ભ્રષ્ટવૃત્તિનું દહન કરવા રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ લીધો મહત્વનો નિર્ણય
  • લાંચિયા કર્મચારીઓને લઈને ગુજરાતના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મોટું નિવેદન આપ્યું છે
  • મહેસુલને લગતા પ્રશ્નોનું ત્વરિત નિરાકરણ લાવવા માટે મહેસુલ વિભાગ ખાસ ટીમોની રચના કરશે
  • છેલ્લા ઘણા સમયથી ACBએ લાંચિયા અધિકારીઓ પર સકંજો કશ્યો, અનેક સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાયા

WatchGujarat. આજે રાજ્યના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ મીડિયા સાથે વાત કરતાં લોકોને ખાસ અપીલ કરી છે. જેમાં તેમણે લાંચીયા અધિકારીઓને આડકતરી રીતે આડે હાથ લીધા છે. રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, જો કોઈ પણ મહેસુલ કર્મચારી કે અધિકારી કામ કરવા માટે પૈસા માંગતા હોય તો એનો વીડિયો લઈ લેજો અમને મોકલજો તાત્કાલીક પગલાં લેવામાં આવશે. તેમના આ નિવેદન બાદ લાગી રહ્યું છે કે લાંચિયા કર્મચારીઓની હવે ખેર નહીં. આ સાથે તેમણે મહત્વની જાહેરાત પણ કરી હતી. જેમાં મહેસુલને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે ખાસ ટીમો તૈયાર કરવાનું મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું.

હવે સામાન્ય જનતાનું કામ થશે ને લાંચિયા અધિકારીઓ તરસશે

મહત્વનું છે કે છેલ્લા ઘણા સમયથી ACB લાંચિયા અધિકારીઓ પર સકંજો કશી રહી છે. અનેક નાના મોટા સરકારી અધિકારીઓ લાંચ લેતા પકડાયા છે. ગુજરાતના નવા સીએમ ભૂપેન્દ્ર પટેલની  સરકારમાં વરાયેલા નવા મંત્રીઓ હવે રાજયના વહીવટીતંત્રમાં વ્યાપત ભ્રષ્ટાચારને નાથવા માટે પણ મેદાને ઉતર્યા છે. ત્યારે જનતાને વધુ જાગૃત કરવા અને અધિકારીઓને એક કડક મેસેજ આપવા કાયદા અને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ સામાન્ય લોકોને મીડિયા થકી આ વિનંતી કરી છે.

તેમણે કહ્યું છે, જો કોઈ પણ મહેસુલ કર્મચારી કે અધિકારી કામ કરવા માટે પૈસા માંગતા હોય તો એનો વીડિયો લઈ લેજો અમને મોકલજો તાત્કાલીક પગલાં લેવામાં આવશે. અમે મહેસુલ વિભાગ તરફથી ટીમો તૈયાર કરી રહ્યા છે. જે લોકોના મહેસુલને લગતા જે પ્રશ્નો હોય તેનું ત્વરિત નિરાકરણ લાવવા માટે કાર્યરત રહેશે. તેમજ જે અધિકારીઓ પ્રશ્નો ઉકેલવા માટે નકારાત્મક નિરાકરણ અભિગમ સાથે કામ કરશે તો તેમની સામે પગલાં લેવાશે. તેમજ નાગરિકો પાસે જો લાંચિયા કર્મચારીઓ લાંચ માગે તો રેકોર્ડીંગ કરી અમને મોકલો તો પગલાં લઇશું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ટીમ તમામ મોર્ચે લડાયક મુડમાં

જ્યારથી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં નવી સરકાર અને નવું મંત્રીમંડળ આવ્યું છે ત્યારથી જ સરકાર ખુબ એક્શનમાં જોવા મળી રહી છે. તમામ મોર્ચે સરકાર હાલ લડાયક મુડમાં છે. ઉલ્લેખનીય છે કે આવતીકાલે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી બેઠક યોજશે. જેમાં રાજ્યના તમામ કલેક્ટરો-પ્રાંત અધિકારીઓ હાજર રહેશે. આ અંગે જણાવતા રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, બેઠકમાં મહેસૂલના પ્રશ્નો બાબતે ચર્ચા કરવામાં આવશે. મહેસૂલ વિભાગે કેટલીક ટીમો બનાવી છે. ટીમો કલેકટર કચેરીનું સરપ્રાઇઝ ચેકિંગ કરશે. લોકોના પ્રશ્નો જાણવા ટીમો પ્રયાસ કરશે. સેવા સેતુની પણ જાહેરાત સરકાર દ્વારા કરવામાં આવી છે જેના થકી લોકોને મુઝવતા પ્રશ્નો ઘરે બેઠા સોલ્વ થઈ શકશે. મહેસુલ મંત્રીના આ નિવેદન બાદ ભ્રષ્ટ વહીવટદારોમાં ફફડાટ ફેલાયો છે. જોકે આ માત્ર સરકારના હાથમાં નથી. લોકોએ પણ આ અંગે જાગૃત થવાની જરૂર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud