સુરત એરપોર્ટ પર ફરી અકસ્માત થતા અટક્યો
એન્ટી હાઇજેક માટેની મોકડ્રિલ વખતે વેન્ચ્યુરા ફ્લાઇટ પોલીસ વાનને ભટકાતા બચી
આ મામલે ડિરેક્ટર જનરલ સિવિલ એવિયેશને તપાસના આદેશ આપ્યો
WatchGujarat. આ પહેલા બફેલો હિટને કારણે સુરત એરપોર્ટનું નામ ખુબ ચગ્યું હતું. તેનાથી સુરત એરપોર્ટ પર આવતી ફ્લાઇટ ઓપરેશનને પણ ઘણી અસર થઇ હતી. જોકે ફરી એકવાર આવો જ એક બનાવ બનતા બનતા રહી ગયો છે. જેમાં વેન્ચ્યુરા ફ્લાઇટ પોલીસ વાનને ભટકાતા બચી હતી.
હકીકત એવી છે કે સુરત એરપોર્ટ પર એન્ટી હાઇજેક માટેની મોકડ્રિલ ચાલી રહી હતી. તે જ વખતે વેન્ચ્યુરા ફ્લાઇટ લેન્ડ થઇ રહી હતી. નાઈન સિટર આ ફ્લાઇટ પોલીસની વાન સાથે અથડાતા બચી હતી. જોકે આ મામલે ડિરેક્ટર જનરલ સિવિલ એવિયેશને તપાસના આદેશ આપ્યો છે. ઘટના 28 નવેમ્બરની છે. જયારે દિવસે 12.51 કલાકે વેસુ તરફથી રનવે પર 800 ફૂટથી વેન્ચ્યુરા ફ્લાઇટ લેન્ડ થવાની હતી તેવામાં જ સુરત પોલીસની પાંચ જીપ લાઈનમાં સુરત એરપોર્ટના ફાયર સ્ટેશનથી રન વે પર પહોંચી હતી.
રન વે પર ગાડી દેખાતા જ પાયલોરે ફ્લાઇટ રનવે સુધી લાવીને લેન્ડ નહીં કરાવીને ફરીથી ટેક ઓફ કરાવી હતી. જેની આખી જાણ એટીસીને થતા તેઓએ પોલીસને જાણ કરીને એક કલાકમાં રનવે ખાલી કરાવ્યો હતો. અને પછી એ ફ્લાઇટ 13.48 કલાકે લેન્ડ થઇ શકી હતી. આ અંગે વેન્ચ્યુરા ફ્લાઇટના પાયલોટે ફરિયાદ કરતા ડિરેક્ટર જનરલ સિવિલ એવિયેશને તપાસના આદેશ આપ્યા છે.
હાઈ બીમ લેસર લાઈટ પણ જોખમી સાબિત થઇ શકે છે
આ ઉપરાંત એરપોર્ટની આસપાસ આવેલા પાર્ટી પ્લોટ પર લગ્ન પ્રસંગ કે બીજા કોઈ ફંક્શન દરમ્યાન પણ જે હાઈ બીમ લેસર લાઇટનો ઉપયોગ કરવામાં આવે છે તે પણ જોખમી સાબિત થઇ શકે છે. થોડા દિવસો પહેલા જ પાયલોટ દ્વારા આ માટેની ફરિયાદ પણ એરપોર્ટ ડિરેક્ટરને કરવામાં આવી હતી. આંખી અંજાઈ જવાને કારણે પાયલોટને ફ્લાઇટ લેન્ડ કરાવમાં અડચણ થઇ રહી છે.
જે બાદ એરપોર્ટ ડિરેક્ટરે પોલીસ કંટ્રોલને જાણ કરીને આવી લાઈટો બંધ કરવા પણ માંગણી કરવામાં આવી હતી. પોલીસ કંટ્રોલ એસીપીના જણાવ્યા પ્રમાણે તેઓ હવે એરપોર્ટ નજીકના પાર્ટી પ્લોટ પર આવી લાઈટોના વપરાશ ન કરવા આયોજકોને અપીલ કરશે તેવું તેમણે ઉમેર્યું હતું.