• સર્વે મૂજબ ભોજનમાં વપરાતા મીઠામાંથી માઈક્રોપ્લાસ્ટિકના કણ મળ્યા, 200 ગ્રમા મીઠામાં 49-100 માઈક્રોપ્લાસ્ટિક પાર્ટિકલ
  • તામિલનાડુની ત્રણ યુનિવર્સિટીઓ દ્વારા મીઠા ઉત્પાદનો અંગે સર્વે હાથ ધરાયો હતો
  • મહત્વનું છે કે દેશભરમાં 76 ટકા મીઠાનું ઉત્પાદન ગુજરાતમાં થાય છે
  • મીઠામાં 5 મિમીથી પણ મોટા માઇક્રો પ્લાસ્ટીકના કણ જોવા મળ્યા

WatchGujarat. મીઠું જમાવામાં સ્વાદ માટે કેટલું મહત્વનું છે એ આપણે સૌ જાણીએ છે. તેના ફાયદા-ગેર ફાયદા દરેક બાબતો વિશેની માહિતી દરેકને હોય છે. પરંતુ તાજેતરમાં તામિલનાડુની ત્રણ યુનિવર્સિટીએ કરેલા મીઠાના સર્વેમાં કેટલીક ચોંકવનારી વિગતો સામે આવી છે. જેને જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાશો.

તમને જણાવી દઈએ દે આ સર્વેમાં મીઠામાં પ્લાસ્ટિકના કણો મળી આવ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ તામિલનાડુ યુનિવર્સિટી, નેશનલ સેન્ટર ઓફ પોલર અને ઓશિયન રિસર્ચ, ગોવા દ્વારા અલગ-અલગ રાજ્યોમાં થતા મીઠાનાં ઉત્પાદન કેન્દ્રોમાંથી મીઠાના સેમ્પલ લેવામાં આવ્યાં હતાં. જેમાં તેમને દેશના મીઠાનું ઉત્પાદન કરતાં 5 રાજ્યના મીઠાના નમૂના લીધા હતા. આ નમૂનાની તપાસમાં ગુજરાત અને તામિલનાડુમાં થતા મીઠાના ઉત્પાદનમાં માઇક્રોપ્લાસ્ટિકના કણ મળી આવ્યા છે.

હા, મીઠામાંથી પ્લાસ્ટિકના કણો મળી આવ્યા છે. એટલે કે આપણે દરરોજ જે મીઠાનો ઉપયોગ કરી રહ્યા છે એમાં ફાઈબર આકારના માઇક્રોપ્લાસ્ટિકના કણો હોય છે. ઉલ્લેખનીય છે કે આ લાંબા ગાળે સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે આ કણોની સાઈઝ મીઠાના દાણા કરતાં પણ નાની હોય છે. જેથી તેને સામાન્ય રીતે જોઈ શકાતા નથી. જોકે મીઠામાં આ માઈક્રોપ્લાસ્ટિકના કણો મોટી માત્રામાં મળ્યા છે.

નોંધનીય છે કે આ માઈક્રોપ્લાસ્ટિકના કણ 100-200 માઈક્રોમીટરના હોય છે. આ માઈક્રોપ્લાસ્ટિક સિંગલ-યુઝ અથવા સામાન્ય વસ્તુઓમાંથી નીકળે છે. જેવી કે પેકેજિંગ વસ્તુઓ, કટલરી, રોડ માટે ઉપયોગમાં લેવા કલર, પોલિસ્ટરની વસ્તુઓ, મોતી પણ સામેલ હોય છે. મહત્વનું છે કે ગુજરાતમાંથી લેવામાં આવેલા નમૂનામાં 200 ગ્રામ મીઠામાંથી માઈક્રોપ્લાસ્ટિકના 46થી 100 પાર્ટિકલ્સ મળ્યા છે. જે ચિંતાજનક બાબત છે.

સર્વેમાં બહાર આવેલી વિગતો

– મોટા ભાગના માઈક્રોપ્લાસ્ટિક ખાદ્ય મીઠા પોલિઇથિલિન, પોલિએસ્ટર અને પોલિવિનાઇલ ક્લોરાઇડના હતા. જે મીઠાની કંપનીઓના પ્રોસેસિંગ અને પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાંથી આવે છે.

– 74.3 ટકા માઈક્રોપ્લાસ્ટિક લાલ અને વાદળી ફાઈબર મટીરિયલના મળી આવ્યા હતા.

– મીઠામાં 78 ટકા પોલિઇથિલિન અને 19 ટકા પોલિએસ્ટરનો સમાવેશ થાય છે. પોલિવિનાઇલ કલોરાઇડ-પીવીસી પણ એમાં જોવા મળ્યું

– કેટલાંક સેમ્પલમાં 5 મિમીથી પણ મોટા માઇક્રોપ્લાસ્ટિકના કણો મળી આવ્યા, ઉપરાંત ક્રિસ્ટલ મીઠાના પેકેટમાં 16.2 ટકા અને 15 ટકા માઈક્રોપ્લાસ્ટિક તો 500-100 માઈક્રોમીટર અને 1 મિમીથી પણ મોટા આકાર મળી આવ્યા

– 31.2 ટકા પાર્ટિકલ્સ 200થી 500 માઈક્રોમીટરના અને 100થી 200 માઈક્રોમીટરના 37.7 ટકા માઈક્રોપ્લાસ્ટિકના કણો મળ્યા

આ અંગે વાત કરતાં તામિલનાડુની કેથોલિક યુનિવર્સિટી ઓફ મલંગકારાના એસ.ક્રિષ્ણાકુમાર જણાવે છે કે, તેમની ટીમે મીઠામાં રહેલા માઈક્રોપ્લાસ્ટિકના કણોનો બેઝલાઈન સર્વે કર્યો હતો. આ પ્રકારના મીઠાના સેવનથી આપણા શરીર પર શું અસર પડે છે એની આપણે ક્યારે પણ તપાસ કરી નથી. મહત્વનું છે કે આનાં હાનિકારક પરિણાનો જાણવા માટે હજુ 10 વર્ષથી પણ વધુનો સમય લાગી શકે છે. જેથી મીઠાનું ઉત્પાદન કરનાર તમામ રાજ્યોએ આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ. સાથે મીઠાની રિફાઇનિંગ પ્રક્રિયામાં પણ વધુ સુધારો કરવો જોઈએ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud