ગુજરાતમાં ફોર્ડ કંપની દ્વારા વર્ષ 2014 માં એક એન્જીન પ્લાન્ટ અને અન્ય વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ શરૂ કર્યો હતો
કંપનીનો વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ વર્ષા અંત સુધીમાં બંધ થશે - કપીલ શર્મા
તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કર્મચારીઓ સાથે વિરોધમાં જોડાયા હતા
WatchGujarat. ગુજરાતના સાણંદમાં વર્ષ 2014 માં બે પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યા હતા. 7 વર્ષ બાદ તાજેતરમાં ફોર્ડ કંપનીએ ભારતમાંથી તેના પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી. જેને લઇને કંપનીમાં કામ કરતા અનેક કર્મચારીઓ અને તેમના પરિવારોના જીવ તાળવે ચોંટ્યા હતા. કંપની દ્વારા સાણંદમાં ફોર્ડ કંપનીનો એક પ્લાન્ટ બંધ થશે તો 1200 કર્મીઓ ડિસેમ્બર સુધી બેકાર થઇ જશે. બેકારીની ચિંતાને કારણે હાલ અનેક કર્મચારીઓ કંપનીમાં હડતાલ પાડી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
ગુજરાતમાં ફોર્ડ કંપની દ્વારા વર્ષ 2014 માં બે પ્લાન્ટ શરૂ કર્યો હતો. જે પૈકી એક એન્જીન પ્લાન્ટ હતો અને અન્ય વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ હતો. કંપનીના બંને પ્લાન્ટમાં મળીને કુલ 1500 જેટલા કર્મચારીઓ કામ કરી રહ્યા છે. એક તરફ ભારતમાં અન્ય કંપનીઓ આવે તે માટે સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહિ પણ પ્રોત્સાહક સરકારી યોજનાઓ પણ જાહેર કરવામાં આવ્યા છે. તેવા સમયે સરકારી યોજનાઓ અને પ્રયાસોથી વિપરીત કિસ્સો સામે આવ્યો છે. તાજેતરમાં 9 સપ્ટેમ્બરના રોજ ફોર્ડ કંપની દ્વારા તેમના પ્લાન્ટ બંધ કરવાની જાહેરાત કરી હતી.
સમગ્ર મામલે સાણંદ ખાતે ફોર્ડ કંપનીના પ્લાન્ટના કોમ્યુનિકેશન હેડ કપીલ શર્માએ WatchGujarat.com સાથે વાત કરતા જણાવ્યું હતું કે, હાલ કંપનીમાં 1500 કર્મચારીઓ કામ કરે છે. કંપનીના એન્જિન પ્લાન્ટમાં 300 કર્મચારી અને વ્હીકલ એસેમ્બી પ્લાન્ટમાં 1200 કર્મચારીઓ કામ કરે છે. આ વર્ષા અંત સુધીમાં વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ બંધ થશે. જો કે એન્જિન પ્લાન્ટ ચાલશે. અમે સરકારને કોઇ સક્ષમ વ્યક્તિ કંપની ચલાવી શકે તો તેને આગળ લાવવા માટે જણાવ્યું છે. હાલ કંપની દ્વારા વર્કર યુનિયન અને અન્ય કર્મીઓ સાથે વાટાઘાટો ચાલી રહી છે.
વધુમાં કપીલ શર્માએ જણાવ્યું હતું કે, કંપનીનો પ્લાન્ટ બંધ થતા કર્મચારીઓ પર પડતી અસરને લઇને અમે ચિંતિત છીએ. હાલ સેમીકન્ડક્ટર ચીપની શોર્ટેજના કારણે વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટમાં કામગીરી અનિયમીત રીતે ચાલી રહી છે.
https://twitter.com/jigneshmevani80/status/1440976887929458694?s=20
અત્રે ઉલ્લેખીય છે કે, ફોર્ડ કંપનીમાં કામ કરતા કર્મચારીઓને નોકરી ગુમાવવાની ચિંતા સતાવી રહી છે. જેને કારણે તેઓ કંપની બંધ થવાની વાતનો વિરોધ કરી રહ્યા છે. તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કર્મચારીઓ સાથે જોડાયા હતા. રાજ્યમાં એક ઝાટકે આટલી મોટી સંખ્યામાં કર્મચારીઓ બેરોજગાર થાય તે ચિંતાજનક વિષય છે. રાજ્ય સરકારે મામલામાં દરમિયાનગીરી કરીને યોગ્ય રસ્તો કાઢવો જોઇએ.
- ગુજરાતમાં ફોર્ડ કંપની દ્વારા વર્ષ 2014 માં એક એન્જીન પ્લાન્ટ અને અન્ય વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ શરૂ કર્યો હતો
- કંપનીનો વ્હીકલ એસેમ્બલી પ્લાન્ટ વર્ષા અંત સુધીમાં બંધ થશે - કપીલ શર્મા
- તાજેતરમાં ધારાસભ્ય જીગ્નેશ મેવાણી પણ કર્મચારીઓ સાથે વિરોધમાં જોડાયા હતા