યુપીની ચૂંટણીનો રંગ દેખાયો સુરતમાં, પ્રચારની અનોખી સામગ્રી લઈને સુરતના વેપારીઓ તૈયાર થયા
અયોધ્યા થીમ પર સુરતના વેપારીઓએ તૈયાર કરી સાડીઓ
ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર એવા મોદી અને યોગીની પ્રિન્ટવાળી સાડીઓ અને અન્ય સામગ્રી તૈયાર કરવામાં આવી
WatchGujarat. ચૂંટણી ભલે ભારતના પાંચ રાજ્યોમાં હોય, પણ ચૂંટણી સામગ્રી મોટા ભાગે સુરતથી જ રવાના કરવામાં આવતી હોય છે. પણ આ વખતની ચૂંટણીમાં સુરતના વેપારીઓ કંઈક અલગ રંગમાં જોવા મળી રહ્યા છે. પ્રચારની અનોખી સામગ્રી લઈને સુરતના વેપારીઓ તૈયાર થયા છે. ખાસ કરીને ઉત્તરપ્રદેશની ચૂંટણી પર સૌની નજર હોય સુરતના વેપારીઓ દ્વારા આ ચૂંટણીના બ્રાન્ડ એમ્બેસેડર એવા મોદી અને યોગીની પ્રિન્ટવાળી સાડીઓ અને અન્ય સામગ્રી તૈયાર કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશમાં ફરી યોગી સરકાર લાવવા માટે સુરતના વેપારીઓ દ્વારા અનોખી સાડીઓ તૈયાર કરવામાં આવી છે. જેના પર સ્લોગન લખવામાં આવ્યું છે કે જો રામ કો લાયે હા હમ ઉનકો લાયેંગે, બગવા લહેરાયેન્ગ..આવી 100-200 નહીં પણ 1000 સાડીઓ તૈયાર કરવામાં આવી છે જે પૂર્વાંચલ અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં મહિલાઓને મફતમાં આપવામાં આવશે.
સાડીના પલ્લુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો ફોટો લગાવવામાં આવ્યો છે. ટેક્સ્ટાઇલ યુવા બ્રિગેડના પ્રમુખ લલિત શર્માના જણાવ્યા પ્રમાણે 70 વર્ષમાં પહેલી વાર અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનવા જઈ રહ્યું છે. ત્યારે લાખો કરોડો હીણુંદ ભાઈ બહેનોની લાગણી અને શ્રદ્ધા તેની સાથે જોડાયેલી છે. જેનો સંપૂર્ણ શ્રેય ફક્તને ફક્ત પીએમ મોદી અને ભાજપને જાય છે.
અને એટલા માટે આ વખતે ફરી એકવાર યુપીમાં ભાજપની સરકાર બને તે માટે વેપારીઓએ ખાસ આ સાડીઓ તૈયાર કરાવી છે. સુરતમાંથી અમે થ્રિ ડી પ્રિન્ટ અને ડિજિટલ પ્રિન્ટ પર સાડીના ઓર્ડર લીધા છે. જેને અમે યુપી મોક્લાવીશું. પહેલા 1000 સદીઓ મહિલાઓને મફતમાં આપવામાં આવનાર છે. અને તે પછી અમે ઓર્ડર પર સાડીઓ બનાવી આપીશું.