watchgujarat: ઇઝરાયેલમાં હાલના દિવસોમાં જૂની વસ્તુઓ ઘણી જોવા મળે છે. ભૂતકાળમાં, જ્યાં પ્રાચીન સમયમાં ટોઇલેટ સીટ અને જૂની શરાબ ફેક્ટરીની શોધ કરવામાં આવી હતી, હવે ઇઝરાયેલના નિષ્ણાતોએ 12 હજાર વર્ષ જૂની માછલી પકડનાર અદ્દભુત કાંટો શોધી કાઢ્યો છે. આ બધું ત્યારે થયું જ્યારે જર્મનીની પુરાતત્વીય સંશોધન સંસ્થાના સંશોધકોએ તેની શોધ કરી. આ કાંટાની એક તસવીર પણ વાયરલ થઈ રહી છે.

વાસ્તવમાં, ‘એક્સપ્રેસ ડૉટ યુકે’ના અહેવાલ મુજબ, આ માછલી પકડનાર કાંટો કદમાં આધુનિક હુક્સની ખૂબ નજીક છે પરંતુ તે હસ્તકલાનું ઉત્તમ ઉદાહરણ છે. તે એવી રીતે બનાવવામાં આવ્યું હતું કે માછલી ફસાઈ ગયા પછી ભાગી ન શકે. રસપ્રદ વાત એ છે કે આ કાંટા હાડકાંથી બનેલા છે. સંશોધકોને હાડકાંમાંથી બનેલા કુલ 19 કાંટા અને ખાંચોવાળા પથ્થરો મળ્યા છે.

સંશોધકોને આ કાંટો ઈઝરાયેલની હુલા ઘાટીમાં જોર્ડન નદીમાં મળ્યો છે. સંશોધકો માને છે કે આ પથ્થરોનો ઉપયોગ માછલી પકડવાના ડંડાના વજન માટે કરવામાં આવતો હતો. 12 હજાર વર્ષ જૂનો માછલી પકડનાર કાંટો મળવો પોતાનામાં એક દુર્લભ ઘટના માનવામાં આવે છે. જે કાંટા મળી આવે છે તે એક જ ડિઝાઇનના નથી. તેનાથી ખબર પડે છે કે શરૂઆતના સમયના માનવીઓ અલગ અલગ રીતે પ્રાણીઓ માટે વિવિધ કદના કાંટાનો ઉપયોગ કરતા હતા.

દરેક કાંટો કદ, લક્ષણો અને ડિઝાઇનમાં અલગ છે. તેનો અર્થ સાફ છે કે ત્યારના લોકો જાણતા હતા કે કઈ માછલીનો શિકાર કરવા માટે કેવા કાંટાની જરૂર છે. રિપોર્ટમાં આ વાતનો પણ ઉલ્લેખ છે કે લગભગ 12 હજાર વર્ષ પહેલા આ સમયે શરૂઆતના લોકો વિચરતી શિકારીઓના બદલે ધીમે ધીમે સમુદાયોમાં શિકાર કરવાનું શરૂ કર્યું હતું.

જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા ઈઝરાયેલમાં એક પ્રાચીન ટોયલેટ સીટ અને જૂની દારૂની ફેક્ટરી મળી આવી હતી. આ પછી, એક ડાઇવરને સદીઓ જૂની તલવાર મળી હતી. એવું કહેવામાં આવ્યું હતું કે આ તલવાર લગભગ 900 વર્ષ જૂની છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud