• પ્રધાનમંત્રી મોદીએ અમદાવાદ-કેવડીયા વચ્ચે શરૂ કરેલી સી-પ્લેન સેવા મહિનાઓથી બંધ હાલતમાં
  • અમદાવાદ-કેવડીયા સી-પ્લેન સેવા ફરી શરૂ કરવાનો કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદીએ વાયદો આપ્યો છે
  • સી-પ્લેન નવા રૂપ રંગ સાથએ ફરી શરૂ કરાશે- કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી
  • સી-પ્લેન સેવા શરૂ થઈ ત્યાર પછીથી પ્લેન મોટાભાગે મેઈન્ટેનન્સમાં જ રહે છે

WatchGujarat. 31 ઓક્ટોબર 2020માં પ્રધાનમંત્રી મોદી દ્વારા અમદાવાદ રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનની સુવિધા શરૂ કરવામાં આવી હતી. પરંતુ છેલ્લા ઘણા મહિનાઓથી આ સેવા બંધ છે. જેનું મુખ્ય કારણ છે કે પ્લેન મોટાભાગે મેઈન્ટેનન્સમાં રહેતું હોય છે. ત્યારે હવે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા આ અંગે મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આગામી દિવસોમાં આ સી-પ્લેન સેવા ફરી શરૂ કરવામાં આવશે. લાંબા સમયથી બંધ હાલતમાં રહેલી સી-પ્લેન સેવા ફરી શરૂ કરવાનો મંત્રી પૂર્ણેશ મોદીએ વાયદો આપ્યો છે.

મંત્રી પૂર્ણેશ મોદીએ સી-પ્લેન ફરી શરૂ કરવાનો વાયદો આપ્યો

છેલ્લા કેટલાક સમયથી બંધ સી પ્લેનની સેવા ફરી શરૂ થશે. આગામી સમયમાં અમદાવાદથી કેવડિયા વચ્ચે સી-પ્લેન સર્વિસ ફરી શરૂ કરવામાં આવશે તેવું નિવેદન કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદી આપ્યું છે. આ મામલે મીડિયા સાથે વાત કરતાં મંત્રીએ જણાવ્યું હતું કેસી પ્લેન નવા રૂપ રંગ સાથે ફરી શરૂ કરવામાં આવશે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે આવનાર પ્રવાસીઓને લાભ મળશે. આ ઉપરાંત  સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે એરસ્ટ્રીપનું કામ પણ ટૂંક સમયમાં પૂર્ણ થઈ જશે. મહત્વનું છે કે નર્મદા જિલ્લા ભાજપ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક નેતાઓ હાજર રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેનની સેવા જ્યારથી શરુ કરવામાં આવી તે દિવસથી ચાલુ બંધ સ્થિતિમાં રહી છે. આશ્ચર્યજનક બાબત છે કે આ સર્વિસ શરૂ થયા પછી અત્યાર સુધીમાં 200થી વધુ દિવસો સુધી બંધ રહી છે. જેનું કારણ છે કે આ સર્વિસ માટે ઉપયોગમાં લેવાતા પ્લેનને વાંરવાર મરામતની જરૂર પડે છે. જે માટે તેને માલદિવ્સ મોકલવામાં આવ્યું છે. મહત્વનું છે કે વાંરવાર માલદિવ્સ મોકલવામાં આવતું હોવાથી સી-પ્લેન સેવા યથાવત ચાલુ રહેતી નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud