• અમદાવાદમાં જાહેરમાં લાયસન્સ વગર ઇંડા કે નોનવેજની લારીઓ સામે કડક કાર્યવાહી થશે
  • રાજ્યની અનેક મહાનગરપાલિકાએ લીધો આ નિર્ણય

WatchGujarat. રાજ્યનાં એક પણ એક મોટા શહેરો જાહેરમાં નોનવેજ અને ઇંડાની લારીઓ હટાવવા પર કાર્યવાહી કરતા જણાઇ રહ્યા છે. સૌ પ્રથમ રાજકોટ, વડોદરા, ભાવનગર, જૂનાગઢ અને હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેર રસ્તા પરથી ઈંડા અને નોનવેજની લારીઓ હટાવવામાં કામે લાગી છે. હવે અમદાવાદમાં દરેક વિસ્તારમાં જાહેરમાં લાયસન્સ વગર નોનવેજની લારીઓ અને ફૂડ સ્ટોલ ઉભા થઇ ગયા છે, જેની સામે મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે.

આ બાબતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેને જણાવ્યું હતુ કે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક મહિના પહેલા જ શહેરમાં ધાર્મિક સ્થાનોની આસપાસ ઉભી રહેતી ઈંડા અને નોનવેજની લારીઓ દૂર કરવા માટે આદેશ અપાયો છે. તેમજ જાહેરમાં લાયસન્સ વગર ઈંડા કે નોનવેજ વેચનાર લારીઓને જપ્ત કરી અને તેની સામે કડક કાર્યવાહી પણ કરાશે. જાહેરમાં નોનવેજ લાયસન્સ વગર વેચી ન શકાય..તેથી તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 2 દિવસમાં અમદાવાદ સહીત રાજ્યની અન્ય 4 મહાનગરપાલિકાઓ જુનાગઢ, રાજકોટ, વડોદરા અને ભાવનગરે પણ જાહેર રસ્તાઓ પર ઈંડા અને નોનવેજની લારીઓ પર પ્રતિબંધ મુક્યો છે. રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ આ મહાનગરપાલિકાના નિર્ણયને આવકાર્યો હતો.

ગઇ કાલે વડોદરામાં આવેલા રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું હતું કે  ફૂટપાથ પર લારીઓ મૂકવી એ પોતે જ એક પ્રકારની જમીન હડપ કરવાની વાત છે. જેઓ કોઈપણ પ્રકારનું સ્ટ્રીટ ફૂડ, વેજ, નોન વેજ બનાવે છે. તેમાંથી નીકળતા ધુમાડા અને મસાલાના કારણે પસાર થતા લોકોને મુશ્કેલી પડે છે.માટે કોર્પોરેશને આ બાબતે ઝડપી કાર્યવાહી કરવા જણાવ્યું હતુ.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud