WatchGujarat. શ્રાવણ મહિનો દેવોના દેવ ભગવાન શિવને સમર્પિત છે.શ્રાવણ મહિના દરમિયાન ભગવાન શિવની પૂજા કરવાની વિશેષ પ્રથા છે. સાથે સાથે આ મહિનામાં અસંખ્ય તહેવારો ઉજવાય છે તે કારણે હિન્દૂ ધર્મમાં શ્રાવણ મહિનાનું ખુબ જ મહત્વ હોય છે. માન્યતા અનુસાર  શ્રાવણ મહિનામાં ભગવાન શિવની પૂજા કરવાથી ઇચ્છિત પરિણામો પ્રાપ્ત થાય. શિવ ભક્તો પુરી શ્રદ્ધા સાથે શ્રાવણ મહિનાની રાહ જોતા હોય છે.

શિવ પુરાણ અનુસાર, શ્રાવણ મહિનામાં જે પણ સોમવારે વ્રત રાખે છે, ભગવાન શિવ તેમની બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે. શ્રાવણ મહિનામાં લાખો શ્રદ્ધાળુઓ જ્યોતિર્લિંગના દર્શન માટે હરિદ્વાર, દેવઘર, ઉજ્જૈન નાસિક, જેવા ભારતના ઘણા ધાર્મિક સ્થળોએ મુલાકાત લેતા હોઈ છે. હિન્દૂ કેલેન્ડર મુજબ શ્રાવણ મહિનો વર્ષનો દસમો મહિનો છે જે વિક્રમ સંવત 2077માં પ્લવ  સંવત્સર, દક્ષિણાયન, વર્ષાઋતુ, ચંદરવાસરે (સોમવાર) તારીખ 09/08/2021 થી શરુ થશે.

શ્રાવણ મહિનો ક્યારથી શરૂ થશે

પંચાંગ અનુસાર અષાઢ મહિના બાદ શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. 8 ઓગસ્ટએ અષાઢ મહિનો પૂર્ણ થઇ રહ્યો છે, અને શ્રાવણ મહિનાની શરૂઆત થવા જઈ રહી છે. શ્રાવણ મહિનો 9 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધી ચાલશે . આ વખતના શ્રાવણ મહિનાનીએ વિશેષતા છે કે તે સોમવાર થી જ શરુ થાય છે અને સોમવારે જ પૂર્ણ થાય છે. આ વર્ષે શ્રાવણ દરમિયાન પાંચ સોમવાર રહેશે આવા યોગ ઘણા ઓછા વર્ષે બને છે. જેથી આ વખતનો શ્રાવણ મહિનો ભગવાન શિવની પૂજા અર્ચના કરવાના હેતુથી શ્રેષ્ઠ રહેશે.

શ્રાવણ મહિનામાં આવતા સોમવારના ઉપવાસ

 • 9 ઓગસ્ટે પહેલો સોમવારનો ઉપવાસ
 • 16 ઓગસ્ટે એ બીજો સોમવારનો ઉપવાસ
 • 23 ઓગસ્ટે એ ત્રીજો સોમવારનો ઉપવાસ 
 • 30 ઓગસ્ટે એ ચોથો સોમવારનો ઉપવાસ
 • 06 સપ્ટેમ્બરે એ પાંચમો શ્રાવણ સોમવારનો ઉપવાસ
 • અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે સોમવતી અમાસ છે , જેથી અંતિમ સોમવારનું વિષેશ મહત્વ રહેશે. શાસ્ત્રોના અનુસાર સોમવાર શિવની પૂજા માટે શ્રેષ્ઠ છે.

શ્રાવણ માસ  દરમિયાન શું કરવાથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે

 • શ્રાવણ માસ દરમિયાન સાત્વિક ભોજન લેવું જોઈએ  જેથી ભગવાન શિવ પ્રસન્ન થાય છે.
 • શ્રાવણ માસ દરમિયાન જેને વ્રત એટલે કે પૂર્ણ માસ ઉપવાસ કર્યો હોય તેઓ એ અવિરત શિવ પંચાક્ષર મંત્ર (ૐ નમઃ શિવાય ) નો જાપ કરે તો ભગવાન શિવ ખુબ પ્રસન્ન થાય છે. કહે છે કે હરિ-હરા માં ભેદ ના કોઈ તેથી શ્રાવણ માસ મા સત્યનારાયણની કથા નું પણ વિષેશ મહત્વ છે.
 • શ્રાવણ મહિના દરમિયાન  પાર્થેશ્વર માટના શિવલિંગને પ્રતિદિન બનાવી અને તેનું પૂજન કાર્ય બાદ તળાવ અથવા નદીમાં પધરાવાથી ભગવાન શિવ ખુબ પ્રસન્ન થાય છે.
 • ભગવાન શિવ ની વિશેષ કૃપા માટે  અષ્ટઅધ્યાય રુદ્રી તથા શિવ મહીંમ્ન સ્ત્રોત દ્વારા શિવલિંગ પર અભિષેક કરવાથી ભગવાન શિવ ખુબ પ્રસન્ન થાય છે.
 • ભગવાન શિવ પર ભિન્ન-ભિન્ન દ્રવ્યો દ્વારા અભિષેક કરવાથી તે ખુબ પ્રસન્ન થાય છે,
 • જેમકે ,શેરડીના રસનો અભિષેક કરવાથી – આર્થિક સમસ્યાઓ દૂર થાય છે.
 • અત્તરના જળ  અભિષેકથી –  જીવનમાં આનંદની પ્રાપ્તિ થાય છે.
 • મધનો અભિષક કરવાથી -સ્વાસ્થય સમસ્યા દૂર થાય છે.
 • ઘીનો અભિષેક કરવાથી તેજ વધે છે, બુદ્ધિમાં વધારો થાય છે તથા સંતાન સુખની પણ પ્રાપ્તિ થાય છે.
શાસ્ત્રીજી સંજય પંડ્યા

(ઉપરોક્ત માહિતી શાસ્ત્રીજી સંજય પંડ્યા પાસેથી સંકલિત કરવામાં આવી છે.)

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud