WatchGujarat. સૂર્યની જ્વાળાઓમાંથી નીકળતું એક શક્તિશાળી સૌર તોફાન 1.6 લાખ કિલોમીટર કલાકની ઝડપે પૃથ્વીની નજીક આવી રહ્યું છે. તે મંગળવાર અથવા બુધવારે પૃથ્વીના ઉપરના વાતાવરણમાં ત્રાટકવાની સંભાવના છે. આની સીધી અસર મોબાઇલ સિગ્નલ, જીપીએસ નેટવર્ક અને સેટેલાઇટ ટીવી પર પડી શકે છે. વિશ્વના ઘણા ભાગોમાં પાવર ગ્રીડ પણ વિક્ષેપિત થઈ શકે છે. અમેરિકાના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડાને લીધે, મોટા વિસ્તારમાં એક કલાક માટે ઉચ્ચ-આવર્તન રેડિયો કોમ્યુનિકેશન વિક્ષેપિત થઈ શકે છે. સૌથી પહેલા આ તોફાનની માહિતી 3 જુલાઈના રોજ મળી હતી. આ તોફાન ફાટી નીકળ્યું, ત્યારે અમેરિકામાં થોડા સમય માટે રેડિયો કોમ્યુનિકેશન વિક્ષેપિત થઇ ગયુ હતું.
ક્યાં ક્યાં થઈ શકે છે અસર
જીપીએસ સિગ્નલ, મોબાઈલ નેટવર્ક, સેટેલાઇટ ટીવી, ઓટોમેટિક કાર, ટેક્સી, પ્લેન સર્વિસ પ્રભાવિત થઈ શકે છે. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ પર નાર્દન, સર્દન લાઈટ્સની માત્રા અને આવર્તન વધી શકે છે.
કેમ આવે છે સૌર તોફાનો ?
વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ, દર 11 વર્ષે, સૂર્યની સપાટીની ગતિ અને વિસ્ફોટથી રેડિયેશનની એટલી મોટી માત્રા નીકળે છે, જે અવકાશમાં મોટા સૌર તૂફાન (વાવાઝોડા) લાવવાની ક્ષમતા રાખે છે. વર્ષ 2019 થી તેમનો નવો તબક્કો શરૂ થઈ રહ્યો છે. તે જુલાઈ 2025 સુધીમાં ટોચ પર પહોંચી જશે. વર્તમાન સૌર તોફાન પણ તેનું પરિણામ છે.
પહેલા પણ આવી ચૂક્યા છે સૌર તોફાનો
- 1972 ના સૌર તોફાનમાં ઘણા દેશોમાં વીજળી અને સંદેશાવ્યવહાર સેવાઓને નુકસાન થયું હતું. અમેરિકા નૌકાદળ દ્વારા ઉત્તર વિયેતનામના દરિયામાં લગાવેલ ચુંબકીય અસરને કારણે વિસ્ફોટ થનાર ખાણ પણ જાતે જ વિસ્ફોટ થઇ ગઈ હતી.
- 1989 માં, કેનેડાના ક્યૂબેકમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ બંધ થવાને કારણે, લગભગ 60 લાખ લોકો નવ કલાક વીજળી વગર રહ્યા.
- 2003 માં, 19 ઑક્ટોબરથી 5 નવેમ્બર સુધી, આ તોફાનોએ અમેરિકામાં ઘણી વખત રેડિયો સેવાઓ અટકાવી હતી. તેને રેડિયો બ્લેકઆઉટ કહેવામાં આવતું હતું.