• ગુજરાતનાં સ્પાઈડરમેનનો વિડીયો સોશ્યિલ મિડીયા પર વાયરલ
  • પ્રેમ કાછડીયાને વનવિભાગે હાજર થવા જણાવ્યું
  • 3000 ફૂટની ઊંચાઈએ પગથિયા વિના જ પથ્થરવી શીલા પર ચડે છે પ્રેમ કાછડિયા


WatchGujarat.જુનાગઢના દેશી સ્પાઈડરમેનને વનવિભાગનું તેડું આવ્યું છે. જેમાં ગિરનારમાં આવેલા ભૈરવ જપ જગ્યાએ જવાનો મામલો બિચક્યો છે. તેમાં વન વિભાગનો પ્રેમ કાછડિયાને હાજર થવા ફરમાન છે. તેમજ વનવિભાગના સર્કિટ હાઉસ ખાતે હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે.

મિડીયા દ્વારા મળતી માહિતી મુજબ ગિરનારમાં આવેલ ભૈરવ જપ જગ્યાએ જવાના મામલે ગુજરાતનાં સ્પાઇડરમેનને વનવિભાગનુ તેડું આવ્યું છે. જેમાં વન વિભાગે પ્રેમ કાછડિયાને હાજર થવા જણાવ્યું છે. તેમાં ભવનાથ વનવિભાગના સર્કિટ હાઉસ ખાતે હાજર થવા જણાવવામાં આવ્યું છે. તાજેતરમાં ગુજરાતનાં આ સ્પાઇડરમેનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. જેમાં આ યુવાન છેલ્લા 20 વર્ષથી દર્શન કરવા જાય છે.

ગિરનારનો વીડિયો સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહ્યો છે. ગિરનાર પર્વત ઉપર આવેલા ભૈરવ જપ નામની જગ્યાનો આ વીડિયો છે. કે જ્યાં જવું ખૂબ જ મુશ્કેલ ભર્યું છે. કારણકે અહીં પગથિયા પણ નથી. પર્વતની શિલાઓમાં પર પગ મૂકીને ચડવું પડે છે. પરંતુ પ્રેમ કાછડીયા સડસડાટ ચડી જાય છે. જે જુનાગઢના વડાલ ગામનો રહેવાસી છે. 3000 ફૂટની ઊંચાઈએ પગથિયા વગર સીધા પથ્થરની શીલાઓ પર સડસડાટ ચડીને ભૈરવ જપની જગ્યાના દર્શન કરવા પહોંચેલો યુવાન છેલ્લા 20 વર્ષથી અહીં દર્શન કરવા જાય છે. અને અહીંની જગ્યાની સેવા પણ કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગિરનાર પર અસંખ્ય જગ્યાઓથી લોકો અજાણ છે. અને આ જગ્યા પ્રચલિત પણ નથી થઈ પરંતુ સોશિયલ મીડિયામાં બે દિવસથી વાયરલ થયેલા વીડિયોએ ભૈરવ જપ નામની જગ્યા ખૂબ જ પ્રખ્યાત અને લોકપ્રિય બની ગઈ છે. કારણ કે છેલ્લા 20 વર્ષથી આ યુવાન તેમના ગુરુ બ્રહ્મ દાસ બાપુ સાથે આવે છે જે આ જગ્યાના મહંત છે. પ્રેમ કાછડીયાના પગમાં અકસ્માત થવાને લીધે થોડીક ખોટ દેખાઈ રહી છે. પરંતુ તેમના આત્મવિશ્વાસને જોઈને ગિરનાર પણ ગર્વ અનુભવે છે અને પ્રેમ કાછડીયા આ તમામ પ્રેરણા તેમના ગુરુ પાસેથી મળ્યા હોવાનું જણાવે છે. ભૈરવ જપ નામની જગ્યા ઉપર જવા હવે ઘણા યુવાનો વીડિયો બનાવવા માટે પ્રેમ કાછડીયા પાસેથી પ્રેરણા લેશે. પરંતુ જીવના જોખમે ભૈરવ જપ જગ્યા ઉપર ન જવા માટે યુવાનોને પ્રેમ કાછડીયાએ અપીલ કરી છે.

Facebook Comments Box

Videos

Our Partners