સ્ટેચ્યુ ઓફ યુનિટી નાયબ કલેકટરની કાર થાંભલા સાથે અથડાતા કાર અને પોલ બન્નેને નુકશાન
કારમાં ડે. કલેકટર હતા કે નહીં તેની કોઈ વિગતો બહાર આવી નથી
WatchGujarat. દેશની પેહલી ઇ-સિટી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પેહલી ઇ-કારને અકસ્માત નડ્યો હોવાની ઘટના સામે આવી છે. જે ઇલેક્ટ્રોનિક કાર અકસ્માતગ્રસ્ત બની છે તે પણ SOU ડે. કલેકટરની છે. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દુરંદેશીના કારણે વિશ્વકક્ષાનું નંબર વન ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન બની ગયું છે. વિશ્વ વિરાટ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સાથે અન્ય 36 આકર્ષણો પણ તેમાં ઉભા કરાયા છે.
આટલું જ નહીં વિશ્વ પર્યાવરણ દિવસે PM નરેન્દ્ર મોદીએ કેવડિયાને દેશની પ્રથમ ઇલેક્ટ્રોનિક વિહિકલ સિટી જાહેર કરી હતી. જે બાદ હજી તમામ વાહનો બેટરી આધારિત દોડતા થઈ રહ્યાં છે. ઇ-રીક્ષા સ્થાનિક મહિલાઓને તાલીમ આપી 55 જેટલી દોડી રહી છે. ઇલેક્ટ્રિક વાહનો માટે ઇ-ચારજિંગ પોઇન્ટ, સર્વિસ સ્ટેશન અને વર્કશોપ પણ ઉભા કરાયા છે. સાથે ટુરિસ્ટ બસોને પણ ઇલક્ટ્રિક કરવાનો અભિગમ અપનાવાય રહ્યો છે.
વધુમાં અધિકારીઓ, કર્મચારીઓ અને કેવડીયાના સ્થાનિક રહીશો માટે પણ ઇ-વ્હિકલ પોલિસી અમલી કરાઈ છે. જેમાં સરકાર તરફથી ઇલેક્ટ્રિક વાહન ખરીદવા પોત્સાહન રૂપે સબસીડી પણ અપાઇ રહી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકાસ સત્તા મંડળના અધિકારીઓને ઇ-કાર ફળવવાનો શરૂઆત પણ કરી દેવાઈ છે. અને ઇ-સિટીમાં પહેલો ઇ-કારનો અકસ્માત પણ સામે આવ્યો છે.
જેમાં SOU ના ડેપ્યુટી કલેકટરની જ ઇ-કાર અકસ્માતગ્રસ્ત બની હતી. જોકે નાયબ કલેકટરની કારને અકસ્માત થયો ત્યારે કારમાં તે હતા કે નહીં કે ડ્રાઇવર એકલો જ હતો સહિતની વિગતો બહાર આવી નથી. SOU ડે. કલેકટરની ઇલેક્ટ્રિક કાર વીજ થાંભલા સાથે ભટકાતા વીજ પોલ તૂટી ગયો હતો. સાથે જ કારના આગળના ભાગે પણ નુકશાન થયું હતું. આ અંગે કોઈ ફરિયાદ હજી સુધી નોંધાઇ નહિ હોવાથી વધુ વિગતો અને કોઈને ઇજા પોહચી છે કે નહીં જેવી વિગતો બહાર આવી શકી નથી.