• ભારતભરમાં મહિલા સંચાલિત આ પ્રકારની પ્રથમ સેવા પ્રવાસીઓમાં વિશ્વસનિયતાનું પ્રતિક
  • PM નરેન્દ્ર મોદીએ દેશના પ્રથમ ઇલેક્ટ્રિક શહેરની જાહેરાત વિશ્વ પર્યાવરણ દિને કરી હતી, તમામ ઇ-રીક્ષા ચાલક સ્થાનિક આદિવાસી મહિલાઓ
  • પર્યાવરણની જાળવણી સાથે સ્થાનિક આદિવાસી મહિલાઓને સ્વ-રોજગાર આપવાનું  પ્રધાનમંત્રીનું સ્વપ્ન સાકાર થવા તરફ આગેકુચ 

WatchGujarat. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અખંડ ભારતના ઘડવૈયા ભારતરત્ન લોખંડી પુરુષ, સરદાર સાહેબને યોગ્ય શ્રધ્ધાંજલી આપવા માટે તેમજ આવનાર પેઢી ભારત નિર્માણમાં સરદાર સાહેબે આપેલ યોગદાનને યાદ કરે તે માટે દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં કેવડીયામાં સ્થાપિત કરી છે.

સાથેસાથે ઇકો-ટુરીઝમનાં વિકાસ થકી આ સમગ્ર આદિવાસી વિસ્તારની સામાજિક આર્થિક પ્રગતીને પ્રોત્સાહન આપવા અનેકવિધ પ્રવાસીય પ્રકલ્પ અમલમાં મુકયા છે, તેના કારણે આજે આ સ્થળ વિશ્વકક્ષાનું પ્રવાસન સ્થળ બન્યુ છે. કેવડિયા SOU પરિસરમાં સ્થાનિકોને રોજગારી આપવાનું ઉદાહરણરૂપ કાર્ય પણ થયુ છે.

પ્રવાસન સ્થળનો વિકાસ પર્યાવરણીય જાળવણી તથા સંવર્ધન સાથે થાય તે PM મોદીની દુરંદેશીભરી નિતી રહી છે. આ દિશામાં અજોડ કદમ ઉઠાવતા ગત 5 જુન વિશ્વ પર્યાવરણ દિવસ નાં રોજ વડાપ્રધાને SOUADTGA વિસ્તારમાં પ્રદુષણ ઓછુ થાય તેવા શુભ આશયથી બેટરી સંચાલિત વાહનો ચલાવવાનો નિર્ધાર વ્યકત કર્યો હતો.

જેને સાકાર કરતા અગાઉ 10 જેટલી મહિલા સંચાલિત ઇ-રીક્ષાનું પ્રાયોગિક ધોરણે અમલીકરણ કરવામાં આવ્યુ હતુ. જેને પ્રવાસીઓ તરફથી ભારે પ્રતિસાદ પ્રાપ્ત થતા વધુ 45 જેટલી ઇ-રીક્ષા આજથી પ્રવાસીઓની સેવામા મુકવામાં આવી છે. હવે કુલ મળીને મહિલા સંચાલિત 55 જેટલી ઇ-રીક્ષા સેવામાં કાર્યરત છે.

આ માટે કેવડીયા સ્થિત એકતા સ્કીલ ડેવલોપમેન્ટ કેન્દ્ર ખાતે મહિલાઓને રીક્ષા પરિચાલન અને પ્રવાસીઓને માહિતી આપવા સારૂ ગાઈડ તરીકે તાલીમ આપવામાં આવી હતી. ટુંક સમયમાં મહિલા સંચાલિત કુલ મળીને 300 જેટલી ઇ-રીક્ષા પ્રવાસીઓની સેવામાં અમલમાં મુકવાનું આયોજન છે. આજે ઇ- રીક્ષાની આ સેવા ભારતભરમાં મહિલા સંચાલિત આ પ્રકારની પ્રથમ સેવા છે અને પ્રવાસીઓ મહિલા સંચાલિત ઇ-રીક્ષાને વિશ્વસનિયતાનું પ્રતિક માને છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud