• કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસી સમાજ વિષે અપમાનજનક ટીપ્પણીની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી
  • ભાજપ-કોંગ્રેસના કાર્યકરો નિલેશ દુબે હાય હાય‌ના નારા અને ગુજરાત સરકાર તેમને‌ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તત્કાલ હટાવવાની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા
  • સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે, સ્થાનિકોના વિરોધનો વિજય થયો

WatchGujarat. કેવડિયા-એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીના નાયબ કલેકટર નિલેશ દુબેનો આદિવાસીઓ વિરુદ્ધ ટિપ્પણી કરતો ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા આદિવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી હતી.આ મુદ્દે કેવડિયા બચાવો આંદોલન સમિતિએ ત્રણ દિવસ કેવડિયા બંધનું એલાન આપ્યું હતું. વિરોધ બાદ નાયબ કલેક્ટર નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.  ફરજ મોકૂફ દરમ્યાન મુખ્ય મથક કલેકટર કચેરી ભાવનગર રહેશે.

કેવડિયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીના જોઇન્ટ CEO અને નાયબ કલેક્ટર નિલેશ દુબેની આદિવાસીઓ વિષે અપમાનજનક ટીપ્પણીની ઓડિયો ક્લિપ વાઇરલ થઇ હતી. જેને પગલે આદિવાસીઓ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો.

કેવડિયા વિસ્તારનાં ગામોમાં લોકો રાજકીય પક્ષા પક્ષી છોડી કેવડિયા બચાવો આંદોલન સમિતિ અને ભાજપ-કોંગ્રેસના કાર્યકરો નિલેશ દુબે હાય હાય‌ના નારા અને ગુજરાત સરકાર તેમને‌ સ્ટેચ્યુ ઓફ યુનિટી પરથી તત્કાલ હટાવવાની માંગ સાથે રોડ પર ઉતરી આવ્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કામ ‌કરતા મોટે ભાગના કર્મચારીઓ પણ કેવડિયા બંધમાં જોડાયાં હતા. કેવડિયાના શ્રી રામ ચોક અને નર્મદા માતાની મૂર્તિ ખાતે એમ બે વખત નિલેશ દુબેના પૂતળાનું દહન કર્યું હતું,.

સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે. અને નિલેશ દુબેને સસ્પેન્ડ કરી દેવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. જેને સ્થાનિકોના ઉગ્ર વિરોધનું પરિણામ માનવામાં આવી રહ્યું છે. ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા તમામ તરફથી લોકો નિલેશ દુબે સામે ફીટકાર વરસાવી રહ્યા હતા. અને જ્યાં ત્યાં તેઓનો વિરોધ કરવામાં આવતો હતો. નિલેશ દુબેને સસ્પેન્ડ કર્યા બાદ હવે સ્થિતી થાળે પડશે તેવું માનવામાં આવી રહ્યું છે.

Facebook Comments Box

Videos

Our Partners