• વિશ્વની વિરાટ પ્રતિમા નિહાળવા લોકો 3 કલાક સુધી કતારોમાં ઉભા રહ્યા
  • રેકોર્ડબ્રેક પ્રવાસીઓ ઉમટી પડતા ખાનગી બસો ખડકાઈ, ભારે ભીડને પગલે પોલીસ બંદોબસ્ત વધારાયો
  • રીવર રાફટિંગ, ક્રૂઝ, જંગલ સફારી, ટેન્ટસિટી સહિતના તમામ પ્રોજેક્ટોની મેદનીએ મનભરીને માણી મોજ
  • SOU ઓથોરિટીને ₹20 કરોડથી વધુની પ્રવાસન આવક સાથે સ્થાનિકોને પણ કમાણી

WatchGujarat. કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી તહેવારોમાં ગુજરાતનું નંબર 1 દિવાળી ડેસ્ટિનેશન બની ગયું છે. છેલ્લા 5 દિવસમાં 2 લાખથી વધુ રેકોર્ડ બ્રેક પ્રવાસીઓની મુલાકાત સાથે આ વિશ્વ પ્રસિદ્ધ ટુરિસ્ટ પ્લેસને ₹ 20 કરોડથી વધુની કમાણી થઈ છે. દિવાળી, નુતનવર્ષ અને તહેવારોમાં SOU દેશના અન્ય સ્મારકોમાં સૌથી વધુ કમાણી કરતું પ્રવાસન ધામ બન્યું છે. દિવાળી વેકેશનમાં રોજના હજારોની સંખ્યામાં પ્રવાસીઓ અહીં ઉમટી રહ્યા છે. વિશ્વની વિરાટ પ્રતિમા સ્થળ અને તેના અન્ય 17 આકર્ષણો જોવા તેમજ માણવા 5 દિવસમાં જ 2 લાખથી વધુ પ્રવાસીઓ ગુજરાત સહિત દેશભરમાંથી અહીં છલકાઈ ઉઠ્યા હતા.

દિવાળીના મીની વેકેશનમાં 5 દિવસમા લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવી ચુક્યા છે. પ્રવાસીઓએ 3 કલાક સુધી લાંબી લાઈનોમાં ઉભા રહી ને પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળ્યું હતું. પ્રવાસીઓ અત્યાર સુધી સરદાર વલ્લભભાઈ પટેલની182 મીટર ઊંચી વિશ્વની વિરાટ પ્રતિમા રસ્તાના માર્ગે અને આકાશ માર્ગે જોઈ શકતા હતા હવે SOU ને જળ માર્ગે પણ નિહાળે છે. PM નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેકટ SOU  લોકાર્પણને 3 વર્ષ વીતી ગયા છે ત્યારે ક્રુઝ બોટમાં બેસી પ્રવાસીઓ પાણીના પ્રતિબીંબ માંથી ઉભરતી પ્રતિમા જોવાનો લ્હાવો આ વર્ષે મેળવી રહ્યા છે.

આ ક્રુઝ બોટમાં ફરવા આવતા પ્રવાસીઓ માટે 2 નવા પોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ક્રુઝમાં હવે ક્લચર પોગ્રામ પણ નિહાળવા મળી રહ્યો છે. સાથે સાથે ગોવામાં ક્રુઝમાં ડિનર હોય છે એમ નર્મદામાં ફરતી ક્રુઝમાં પણ પ્રવસીઓને હવે પોતાની મનગમતી વાનગી જમવા મળી રહી છે. જેના માટે રમાડા હોટલ તરફથી સ્પેશિયલ આયોજન કરવામાં આવ્યું છે હવે ક્રુઝની સફર સાથે ડાન્સ અને ડિનર પણ લોકો માણી રહ્યાં છે.

SOU એકતા નગરીમાં 3 કરોડ LED લાઈટના ઝગમગાટના આકર્ષણને પણ હજારો પ્રવાસીઓએ મનભરીને માણ્યો

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા એકતા નગરીમાં દિવાળીની ઉજવણીને લઈ ઝગમગાટ કરવામાં આવ્યો છે. સમગ્ર કેવડિયા અને સ્ટેચ્યુ વિસ્તારમાં ₹ 40 કરોડના ખર્ચે 3 કરોડ LED લાઈટોનો શણગાર કરી સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ અને ગ્લો ગાર્ડન ઝગમગી ઉઠ્યું છે. નર્મદા નિગમ દ્વારા વિદેશમાં જેમ લાઇટિંગ વાળા ગાર્ડન હોય છે તેમ કેવડિયામાં પણ ગ્લો ગાર્ડન બનાવવામાં આવ્યું છે. દિવાળીમાં કેવડિયા નગરીને એક દુલ્હનની જેમ શણગારવામાં આવી છે. ગ્લો ગાર્ડનનું પ્રવાસીઓમાં એક ખાસ આકર્ષણ છે.

દિવાળીની રજાઓમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર દરેક જગ્યાએ વાહનોનો ખડકલા વચ્ચે પાર્કિંગ પણ હાઉસફુલ થઈ ગયા હતા. દરેક જગ્યાએ પ્રવાસીઓની લાઇનો જોવા મળી હતી, તમામ સ્લોટ હાઉસ ફુલ છેલ્લા 5 દિવસથી રહ્યા હતા. કેવડિયા SOU અને તેના વિશ્વકક્ષાના 17 પ્રોજેક્ટોને લઈ રેકોર્ડબ્રેક ટુરિસ્ટ ઉમટી પડતા ₹20 કરોડથી વધુની કમાણી થઈ હતી. જ્યારે સ્થાનિકોને પણ પ્રવાસીઓ થકી આવક મળી હતી.

રાજ્ય અને દેશભરમાંથી SOU પર પ્રવાસીઓના પ્રવાહને લઈ SOU સત્તા મંડળે ખાનગી બસો બોલાવવાની ફરજ પડી હતી. સાથે જ ભારે ભીડને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાઉન્ડ ધ કલોક ગોઠવી દેવામાં આવ્યો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud