• કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પુરા દેશનું ગૌરવ : નરેન્દ્ર મોદી
  • 553 દિવસમાં 50 લાખ અને 309 દિવસમાં 25 લાખ લોકોએ કર્યો પ્રવાસ
  • દેશના તીર્થાટન અને પર્યાટન સ્થાનો રાષ્ટ્રીય એકતા, એક ભારત શ્રેષ્ઠ ભારતનું પ્રતિનિધિત્વ કરી મજબૂત સમૃદ્ધિ પ્રદાન કરી રહ્યાં છે : PM મોદી
  • સરેરાશ રોજના 8700 પ્રવાસીઓએ SOU ની મુલાકાત 862 દિવસમાં લીધી

WatchGujarat. વિશ્વ વિરાટ પ્રતિમા સ્થળ દેશની એકતા અને શ્રેષ્ઠ ભારતનું પ્રતીક બની ગયેલું કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી SOU ની મુલાકાત લેનાર પ્રવસીઓનો આંકડો 75 લાખને પાર કરી ગયો છે. સોમનાથના નવા સર્કિટ હાઉસના વર્ચ્યુઅલી લોકાર્પણ પ્રસંગે દેશને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જાણકારી આપી હતી. PM એ કેવડિયા SOU ને પુરા દેશના ગૌરવ તરીકે આ પર્યટન સ્થળને ગણાવ્યું છે.

કેવડિયા SOU ફેમિલી ટુરિસ્ટ ડેસ્ટિનેશન તરીકે સ્ટેચ્યુ ઓફ યુનિટી એ તેના 34 થી વધુ આકર્ષણો સાથે દેશ-વિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણ જમાવ્યું છે. નાના ભૂલકાઓ થી લઈ યુવાઓ તેમજ વૃદ્ધઓ માટે અહીં તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઈ છે.

PM નરેન્દ્ર મોદીએ 18 માર્ચ 2021 માં ટ્વિટ કરી જણાવ્યું હતું કે, માત્ર 553 કાર્યરત દિવસોમાં સફેચ્યું ઓફ યુનિટી અને આસપાસના આકર્ષણો જોવા 50 લાખ લોકો ઉમટ્યા હતા. સોમનાથના નવા સર્કિટ હાઉસના વર્ચ્યુલ લોકાર્પણ પ્રસંગે પ્રધાનમંત્રી PM નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, કેવડિયા SOU આજે પુરા દેશનું ગૌરવ બની ગયું છે. કોરોના કાળ શરૂ થતાં પેહલા ઘણા જ ટૂંકા સમયમાં 45 લાખ લોકોએ આ એકતાના પ્રતીક સમાન પર્યટન સ્થળની મુલાકાત લીધી હતી.

કોરોના કાળ છતાં અત્યાર સુધીમાં 75 લાખથી વધુ મુલાકાતીઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી નિહાળી ચુક્યા છે. કોરોના કાળમાં સ્ટેચ્યુ કેટલાક દિવસો સુધી બંધ રહ્યું હતું. સાથે જ સોમવારની રજા અને પ્રવાસીઓ નહિ આવવા વચ્ચે પણ 35 લાખ લોકો એ સ્ટેચ્યુની મુલાકાત લીધી તે આપણા પર્યટન અને તીર્થ સ્થાનોનું સામર્થ્ય દર્શાવી રહ્યું છે.

પ્રધાનમંત્રીએ વધુમાં કહ્યું હતું કે , દુનિયાના અન્ય દેશો છે તેની તાકાત જેટલી તાકાત આપણા દરેક રાજ્યમાં છે. વિદેશોની અર્થ વ્યવસ્થામાં ટુરિઝમનું યોગદાન રહ્યું છે. આપના ભારતના તીર્થાટન અને પર્યાટન સ્થળની સમૃદ્ધિ થકી આજે તેઓ રાષ્ટ્રીય એકતા અને એક ભારત, શ્રેષ્ઠ ભારત થકી દેશનું મજબૂત પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આજે આ સ્થાનો દેશમાં એક સમૃદ્ધિના મહત્વના સ્ત્રોત તરીકે જોવાઇ રહ્યાં છે.

કેવડિયા SOU ની 862 દિવસમાં 75 લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી છે. જેમાં 553 દિવસમાં 50 લાખથી વધુ પ્રવાસીઓનો આંકડો પાર થયો હતો અને ત્યાર બાદના 309 દિવસમાં કોરોના વચ્ચે લોકડાઉન, કરફ્યુ અને રજાઓમાં અન્ય 25 લાખ પ્રવાસીઓ નોંધાયા હતા. જે થકી કરોડોની આવક સાથે હાજરો લોકોને રોજગારી સાંપડી હતી.

Facebook Comments Box

Videos

Our Partners