• ઇટલી ખાતે યોજાનાર G 20 સમિટ માં હાજરી આપવા પ્રધાનમંત્રી જવાના હોય કેવડિયા નહિ આવી શકે
  • સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતેનો 2 દિવસનો કાર્યક્રમ 4 કલાકમાં સમેટાશે
  • PM ના સ્થાને એકતા પરેડમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આપશે હાજરી
  • દેવદિવાળી એ પ્રધાનમંત્રી 5 દેશના 5000 બ્રાહ્મણો સાથે નર્મદા ઘાટનું ઉદ્ઘાટન અને નર્મદા મહાઆરતીની શરૂઆત કરે એવી શક્યતાઓ
  • SOU CEO ની 24 કલાકની અંદર જ જાહેરાત પબ્લિક ડિમાન્ડને લઈ ખુલ્લું રહેશે પ્રવાસનધામ, 28 થી 31 ઓક્ટોબરનું ટિકિટ બુકીંગ શરૂ
  • અમિત શાહ સાથે CM ભુપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ CR પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ હાજર રહેશે

WatchGujarat. કેવડિયા SOU ઉપર રાષ્ટ્રીય એકતા દિવસના PM નરેન્દ્ર મોદીના કાર્યકમને લઈ રવિવારે SOU પ્રવાસીઓ માટે 5 દિવસ બંધની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. જોકે 24 કલાકની અંદર જ સ્ટેચ્યુ પ્રવાસીઓ માટે ખુલ્લું રહેશેની ઘોષણા કરાઇ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે કેવડિયા નહિ આવી શકે તેમ હોય કાર્યકમમાં ફેરફાર થયો છે. PM G20 માં ભાગ લેવા ઇટલી રોમ જવાના છે, જેને લઈ કેવડિયા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીનો કાર્યકમ અમિત શાહની હાજરીમાં 4 કલાકમાં સમેટાઈ જશે.

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિત્તે 31 ઓક્ટોબરે કેવડિયા SOU ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ થીમ પર રાષ્ટ્રીય એકતા દિવસની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી થનાર છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર સાહેબની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે થનારી આ ઉજવણી અંતર્ગત વડાપ્રધાન PM નરેન્દ્ર મોદી સરદાર સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ આપીને રાષ્ટ્રીય એકતા પરેડની સલામી ઝીલશે એવો કાર્યક્રમ નક્કી થયો હતો.

તંત્ર એ પ્રધાનમંત્રીના કાર્યક્રમને લઈને તૈયારીઓ પણ હાથ ધરી હતી ત્યારે હવે પ્રધાન મંત્રી નરેદ્ર મોદીને ઇટલી ખાતે G 20 ની સમિટમાં જવાના હોય કેવડિયા તેઓ એકતા પરેડમાં આવી શકે તેમ નથી એટલે તેમની જગ્યાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના મંત્રીઓ હાજર રહેશે.

પ્રધાનમંત્રીની કેવડિયાના વિઝીટને લઈને કેવડિયામાં 5 દિવસ તમામ પ્રવાસન સ્થળો બંધ રાખવાનું SOU સત્તામંડળે જાહેર કર્યું હતું. તા. 28 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી કેવડિયામાં પ્રવાસન સ્થળ બંધ રાખવાની સ્ટેચ્યૂ ઓફ યુનિટી તંત્રએ વેબસાઇટ પર નોટિસ મૂકીને સત્તાવાર જાહેરાત કરી હતી પરંતુ હવે આ નિર્ણય રદ કરી ને પ્રવાસન સ્થળો રાબેતા મુજબ ખુલ્લા રાખવા અને ઓનલાઇન ટિકિટ ના સ્લોટ ફરી ખોલી નાખવામાં આવ્યા છે.

એટલે દિવાળી વેકેશનને લઇ હાલ પ્રવાસીઓ ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો એ પ્રવાસીઓ આ 5 દિવસ બુકિંગ કરાવી શકે, એટલે હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાંચ દિવસ બંધ નહિ રહે. એટલે તમામ પ્રોજેક્ટો ખુલ્લા રહેશે. અને જે 2 દિવસનો કાર્યક્મ હતો એની જગ્યાએ માત્ર એક દિવસનો અને 4 કલાકનો કાર્યક્રમ થઇ ગયો છે એટલે તંત્રને રાહત થઇ છે અને સુરક્ષા કર્મીઓને પણ રાહત થઇ છે.

હવે દેવ દિવાળીએ PM મોદી કેવડિયા આવે તેવી શક્યતા

દેશમાં વારાણસી અને હરિદ્વારમાં ગંગા નદીના ઘાટ પર આરતી થાય છે. તેવી જ આરતી હવે નર્મદા ઘાટ પર થવાની છે. જેને લઇને દેવ દિવાળીના દિવસે PM મોદી કેવડિયા આવે તેવી શક્યતાઓ છે. આ કાર્યક્રમમાં આખા દેશના 5000 બ્રાહ્મણોને શાસ્ત્રોક્ત વિધિ માટે કેવડિયા બોલાવી સંગીત અને નૃત્ય સાથે આરતી કરવામાં આવશે. 31 ઓક્ટોબરનો પીએમ મોદીનો કાર્યક્રમ કેન્સલ થયો છે પણ દેવ દિવાળીએ કેવડિયામાં ભવ્ય કાર્યક્રમ યોજીને મોદી નર્મદા મૈયાની મહાઆરતી કરે તેવી શક્યતા છે.

SOU સત્તામંડળે એક દિવસમાં વિચાર બદલ્યો

SOUADTGA ના CEO રવિ શંકરે જણાવ્યું હતું કે, અમને જાહેરાત કરતા આનંદ થાય છે કે, કેવડિયામાં ‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ અને અન્ય પ્રવાસી આકર્ષણો 28 ઓક્ટોબર થી 31 ઓક્ટોબર સુધી ખુલ્લા રહેશે. જોકે, રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખીને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud