• નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી
  • વિદ્યાર્થીઓનાં હિત માટે નરેશ પટેલને આગળ આવવા યુવરાજસિંહ દ્વારા અપીલ કરવામાં આવતા રાજકારણ ગરમાયુ
  • યુવાનોને ન્યાય અપાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે : યુવરાજસિંહ

WatchGujarat.ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા રાજકારણનાં મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં કોંગ્રેસ દ્વારા સુરત સહિત સૌરાષ્ટ્રમાં પક્ષને મજબૂત કરવા અત્યારથી કોશિશો ચાલી કરી દીધી છે. ત્યારે આજે રાજકોટમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજ સિંહ વચ્ચે એક બેઠક યોજાઈ હતી. જેમાં વિદ્યાર્થીઓનાં હિત માટે નરેશ પટેલને આગળ આવવા યુવરાજસિંહ દ્વારા અપીલ કરવામાં આવતા રાજકારણ ગરમાયુ છે.

યુવરાજસિંહે નરેશ પટેલને જણાવ્યું હતું કે યુવાનોને ન્યાય અપાવવા માટે ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સરકારમાં રજુઆત કરે. તેઓ વિદ્યાર્થીઓ તરફથી જ સરકારમાં બેઠેલા લોકોને રજૂઆત કરી વિદ્યાર્થીઓને ન્યાય અપાવે. યુવરાજસિંહનાં કહેવા મુજબ તેઓ તમામ સામાજીક-ધાર્મિક અગ્રણીઓ સાથે પણ આ મામલે મુલાકાતો યોજી રહ્યા છે. આ પહેલા તેઓ સ્વામિનારાયણ સંપ્રદાયનાં સંત અપૂર્વ મુનિસ્વામીને મળ્યા હતા. એટલું જ નહીં ભાજપનાં નેતાઓ પાસે રજુઆત માટે સમય માંગ્યો હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. અને આ મામલે આગામી સમયમાં પણ પોતે રજૂઆતોનો દોર યથાવત રાખનાર હોવાનું જણાવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત કોગ્રેસના કિરીટ પટેલ, લલિત વસોયા અને લલિત કગથરા એમ ત્રણ પાટીદાર ધારાસભ્યોએ આજે કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સાથે મુલાકાત કરતા રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે. અલ્પેશ કથીરીયાની મુલાકાત બાદ પ્રભારી સાથેની મુલાકાત સુચક માનવામાં આવી રહી છે. પરંતુ ત્રણેય ધારાસભ્યોએ આ મુલાકાતને ઔપચારીક મુલાકાત ગણાવી છે. બીજી બાજુ નરેશ પટેલ, શંકરસિંહ વાઘેલા અને અલ્પેશ કથીરિયાને કોંગ્રેસમાં જોડાવા મોટા ગજાના નેતાઓ આમંત્રણ આપી રહ્યા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આગામી સમયમાં આ મુદ્દે કોઈ મહત્વના સમાચાર સામે આવે તેવી શક્યતા પણ નકારી શકાય તેમ નથી.

Facebook Comments Box

Videos

Our Partners