• વેસુ સ્થિત ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફીસમાં ચોરીની ઘટના
  • ફક્ત 8 મિનિટમાં 6 લાખ રૂપિયાની ચોરી થવાની ફરિયાદ
  • સફેદ જેકેટ, જીન્સ પેન્ટ,સ્પોર્ટ શુઝ તથા હાથમાં ગલવ્ઝ પહેરી કર્યો હાથફેરો

 

WatchGujarat.ચોરીની અનેક ઘટનાઓ સામે આવે છે તેમાં પણ સીસીટીવીમાં કેદ થયેલી અનેક ઘટના જોઇને ખ્યાલ આવી શકે છે કે શાતીર ચોરી કઇ રીતે માત્ર મિનિટોમાં જ હાથફેરો કરી જાય છે. આવી જ એક ઘટના સુરતમાં બની છે જે સીસીટીવી કેદ થઇ ગઇ છે.માત્ર 8 જ મિનિટમાં 6 લાખનો હાથફેરો કરીને ચોર ફરાર થઇ જાય છે.

મળતી માહિતી મુજબ સુરતમાં વેસુ સ્થિત ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફીસમાં ચોરીની ઘટના સામે આવી છે. આ સમગ્ર ઘટના ફક્ત 8 મિનિટમાં બની હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ફક્ત 8 મિનિટમાં 6 લાખ રૂપિયાની ચોરી થવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. સુરતમાં બનેલી આ સૌથી ઓછા સમયની અને સૌથી વધુ રકમની લૂંટ હોઇ શકે છે. લૂંટારૂઓએ આ ઘટનાને ફક્ત 8 મિનિટમાં અંજામ આપ્યો હોવાનું સીસીટીવીમાં કેદ થયું છે.

ઘટના અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ઓફિસનાં ડ્રોવરમાં મૂકેલા ગ્રાહકોના રૂપિયા ચોરી થવાની ઘટના સામે આવી છે. ટૂર એન્ડ ટ્રાવેલર્સની ઓફીસમાં ચોરી થઇ છે. અહીં હોલી ડે અને પેકેજીસ બુકીંગના રોકડા રૂપિયા 6 લાખની ચોરી થયાનું સામે આવ્યું છે. સીસીટીવીમાં જે માહિતી જોવા મળી રહી છે તેમાં ચોર ઇસમે સફેદ જેકેટ, જીન્સ પેન્ટ,સ્પોર્ટ શુઝ તથા હાથમાં ગલવ્ઝ પહેરેલા હતા અને સાથે જ પોતાની ઓળખ છુપાવવા માટે મોઢા પર રૂમાલ પણ બાંધ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ થતાં જ શહેરની ઉમરા પોલીસે ફરિયાદ નોંધી છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હોવાની માહિતી પણ મળી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud