• સુરતના સૌરાષ્ટ્રવાસી વિસ્તારના કથિત AAPના કોર્પોરેટરો વચ્ચેના સંવાદનો ઓડિયો વાયરલ
  • બે કોર્પોરેટરો વચ્ચે થયેલી કથિત ટેલિફોનિક સંવાદની ક્લિપ વાયરલ
  • મહિલા કોર્પોરેટરે મજાકીય અંદાજમાં જાહેર કરેલી ઇચ્છાને લઇને સનસનાટી મચી
  • મને જમાડવાની અને ફેરવવાની ઇચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો..!

WatchGujarat. સુરતમાં આમ આદમી પાર્ટીના સૌરાષ્ટ્રવાસી વિસ્તારમાંથી આવતા બે કોર્પોરેટરો વચ્ચે થયેલી કથિત ટેલિફોનિક સંવાદની ઓડિયો ક્લિપ સોમવારે સોશ્યલ મિડીયામાં જોરશોરથી વાઇરલ થઇ હતી. સૌરાષ્ટ્રવાસી વિસ્તારના મહિલા અને પુરુષ કોર્પોરટરો વચ્ચે થયેલા સંવાદને લઇ રાજકીય વર્તુળોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. મોબાઇલ ફોન ઉપર થયેલી વાતચીતમાં પુરુષ કોર્પોરેટરની લાળ ટપકતી ઇચ્છા અને મતિને લઇ અનેક તર્ક-વર્તક વહેતા થયા હતા.

AAPના કાર્યકરોના સંવાદથી સુરતના રાજકારણમાં ગરમાવો

મીડિયા અહેવાલ પ્રમાણે, આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટર પ્રેમી સાથે ભાગી ગઇ હોવાની વાત અને વિવાદ હજી માંડ થાળે પડયો છે. ત્યાં વધુ બે કોર્પોરેટરોના ટેલિફોનિક સંવાદથી નવો રાજકીય સળવળાટ શરૂ થયો છે. બંને વચ્ચે કથિત પણે ગરમજોશીથી થયેલી વાતોને લીધે સુરત શહેરના રાજકારણમાં ફરી ગરમાટો આવી ગયો છે. આમ આદમી પાર્ટીના આ કથિત પુરુષ કોર્પોરેટરે ચારિત્ર્યને મુદ્દે પહેલેથી જ ખુલાસો કરવાનો વખત આવ્યો છે. આ વખતે રોમેન્ટીક મૂડમાં આવી જઇ પક્ષની સાથી મહિલા કોર્પોરેટર સાથે મર્યાદા ઓળંગીને કરેલી વાતચીત વાઇરલ થઇ છે.

વાયરલ ઓડિયો ક્લિપના સંવાદ

ઓડિયો ક્લિપમાં બંને વચ્ચે થયેલી વાતચીત દરમિયાન ‘હું થોડી કંઇ તમને સામેથી કહું… સારું હાલ, તો, ક્યાં જાવું છે. બોલ…?’ અને ‘તમારે મને જમાડવાની અને ફેરવવાની ઇચ્છા હોય તો કેશ પેમેન્ટ આપી દેજો..!’ કહી મહિલા કોર્પોરેટરે મજાકીય અંદાજમાં જાહેર કરેલી ઇચ્છાને લઇ સનસનાટી મચી ગઇ છે. બંને વચ્ચેનો કથિત સંવાદ સાંભળી રાજકીય વર્તુળોમાં આમ આદમી પાર્ટીની અંદર શું ચાલી રહ્યું છે. તે અંગે અનેક વાતો વહેતી થઇ છે.

બન્ને વચ્ચે થયેલા સંવાદના અંશો

હલો… તમે સુરત કે અહીંયા…

અહીંયા અહીંયા…

કેમ કંઈ જવાનું છે કાંઈ..?

તમે ગાંધીનગર આવ્યા છો?

ના, ના હું તો એકલી જ છું.

કંઈક જવું છે ફરવા,

થોડા માણસ જેવા થાવ, થોડા માણસ જેવા… માણસ જેવા જ છીએ..

આ તો મેં કીધું શું કરો છો…

તમારે તમારી બહેનપણીને લઈને આવત ને…

કોણ બહેનપણી.. ઘણાને હોય તો એમ લઈ જવાયને…

હું થોડી કંઈ સામેથી તમને કહું….

સાપું હાલ ક્યાં જવું છે બોલ..?

પાર્ટીવાળા માથે થોકીને પતાવી દેશે…

આ ધંધો કરવા નથી આવ્યા, આપણે શુદ્ધ કામ કરવા આવ્યા છે.

ડાયરેક્ટ ક્યાં લઈ જાઉ, એમ પુછતા શરમેય ન આવે..

મારું જમા જ છે આમેય,

શું જમા છે…?

ફરવા જવાનું…

તો મારા ભાભીને ઘરેથી લેતા અવાય ને..

આપણા સંબંધ તો ફ્રેન્ડ જેવો જ છે અને રહેશે

તમારે મને જમાડવાની અને ફેરવવાની ઈચ્છા હોય તો મને કેશ પેમેન્ટ આપી દેજો…

ખાસ નોંધ: સોશિયલ મીડિયામાં ફરતી આ ઓડિયો ક્લિપની સત્યતાને WatchGujarat.com કોઇ પણ પ્રકારે પુષ્ટિ આપતું નથી.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud