જમીન દફ્તર કચેરીમાં ક્લાસ 3માં ઇન્ચાર્જ હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગિરીશ મોહન પટેલ દ્વારા આ જ કચેરીના ક્લાસ વન અધિકારી એવા નાયબ નિયામક કે.પી.ગામીતે ફરિયાદી પાસે 30 હજાર રૂપિયાની લાંચ માંગી
ફરિયાદી લાંચ આપવા તૈયાર નહીં હોવાથી ભોગ બનનારે એસીબીનો સંપર્ક કર્યો
ક્લાસ વન અધિકારી જેઓ ઉચ્ચતમ પગાર ધરાવતા હોય છે છતાં તેઓ ક્લાસ 3 અધિકારીઓ મારફતે લાંચ માંગતા ખચકાતા નથી
WatchGujarat. સુરતની સરકારી કચેરીઓમાં લાંચ માંગવાનો સિલસિલો યથાવત રહ્યો છે. આવા જ એક કિસ્સામાં જમીન દફતરની કચેરીમાં ફરજ બજાવતા નાયબ નિયામક અને ઇન્ચાર્જ હેડ ક્લાર્કની ધરપકડ કરવામાં આવી છે.
લાંચના આ કિસ્સાની માહિતી એવી છે કે ફરિયાદી તરીકે એક જાગૃત નાગરિકના પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ જે મંજુર કરવામાં આવ્યું હતું તેના હુકમ બદલ તેઓએ ફરિયાદી પાસેથી 30 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જમીન દફ્તર કચેરીમાં ક્લાસ 3માં ઇન્ચાર્જ હેડ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ગિરીશ મોહન પટેલ દ્વારા આ જ કચેરીના ક્લાસ વન અધિકારી એવા નાયબ નિયામક કે.પી.ગામીતે ફરિયાદી પાસે 30 હજાર રૂપિયાની લાંચ માંગીને કામ કરી આપવાનું જણાવ્યું હતું.
જો કે ફરિયાદી લાંચ આપવા તૈયાર નહીં હોવાથી તેઓએ એસીબીનો સંપર્ક કર્યો હતો. આજે એસીબીએ આ ફરિયાદના આધારે છટકાનું આયોજન કરીને હેડ ક્લાર્કે નાયબ નિયામક વતી 30 હજાર રૂપિયાની લાંચ સ્વીકારી હતી. એસબીના છટકામાં તેઓ આબાદ ઝડપાઇ હતા એસીબી દ્વારા બન્નેની ધરપકડ કરવામાં આવી હતી.
આમ, આ કિસ્સામાં જોઈ શકાય છે કે લાંચ લેવાનો સડો નીચલા વર્ગથી લઈને ઉપલા વર્ગ સુધી કેટલી હદે ફેલાયેલો છે તે સમજી શકાય છે. જેમાં ક્લાસ વન અધિકારી જેઓ ઉચ્ચતમ પગાર ધરાવતા હોય છે છતાં તેઓ ક્લાસ 3 અધિકારીઓ મારફતે લાંચ માંગતા હોય છે. લાંચ રિશ્વત એ સૌથી મોટો ગુનો છે, છતાં સરકારી અધિકારીઓ તેને આચરતા અચકાતા નથી. જોકે સતર્કતાથી આવા ઉચ્ચ અધિકારીઓ અને તેમને સહભાગી બનતા નાના કર્મચારીઓને રંગેહાથ પકડાવવામાં એસીબીને મદદ કરતા જાગૃત નાગરિકોને પણ આગળ આવવાની જરૂર છે.