સુરતમાં ટ્રાફિક એસીપી તરીકે ફરજ બજાવતા અશોકસિંહ ચૌહાણ શનિ અને રવિવારે દિલ્હીગેટ ખાતે શ્રમજીવીઓને વિના મૂલ્યે ભોજન કરાવે છે
ગતરોજ એસીપીનો જાહેરમાં જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થયો
એસીપી અશોકસિંહ ચૌહાણે લાજવાને બદલે ગાજવા જેવો ઘાટ સામે આવ્યો
[caption id="attachment_1386467" align="aligncenter" width="1024"] Gujarat, Surat Traffic ACP Whats App Share of C R Patil picture[/caption]
WatchGujarat. સુરતમાં દિલ્હીગેટ પાસે ટ્રાફિક એસીપી અશોકસિંહ ચૌહાણના જન્મદિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી હતી. અને તે વીડિયો વાયરલ થયો છે. પરંતુ આ ઘટનામાં લાજવાને બદલે ગાજવા જેવો ઘાટ સામે આવ્યો છે. એસીપીએ સોશ્યલ મીડિયાના એક ગ્રુપમાં સી.આર. પાટીલ સાથે માસ્ક વગર ઉભેલા લોકોના ફોટા શેર કરી દીધા હતા અને લખ્યું હતું કે ભડના દીકરા હોય તો વાયરલ કરો..
https://youtu.be/yx-67-wZt-Y
ટ્રાફિક એસીપીએ જાહેરમાં જન્મદિવસ કરી ઉજવણી
સુરતમાં ટ્રાફિક એસીપી તરીકે ફરજ બજાવતા અશોકસિંહ ચૌહાણ શનિ અને રવિવારે દિલ્હીગેટ ખાતે શ્રમજીવીઓને વિના મૂલ્યે ભોજન કરાવે છે. તેઓની આ કામગીરીને લોકોએ બિરદાવી છે. અને આજે પણ આ કામગીરી યથાવત રહેલી છે. ટ્રાફિક એસીપી સુરત શહેરમાં સામાજિક કાર્યો માટે જાણીતા છે. દરમ્યાન ગતરોજ દિલ્હીગેટ ખાતે તેઓ શ્રમજીવીઓને ભોજન વિતરણ કરવા પહોંચ્યા હતા. અને તે દિવસે તેઓનો જન્મદિવસ પણ હતો. જેથી ત્યાં કેટલાક યુવક અને યુવતીઓ આવ્યા હતા અને તેઓએ અશોકસિંહ ચૌહાણનો જન્મદિવસ ત્યાં જ ઉજવ્યો હતો. પરંતુ ત્યાં હાજર યુવતીઓ માસ્ક પહેર્યું ન હતું. અને આ જન્મદિવસની ઉજવણીનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ ગયો હતો
લોકોએ કહ્યું કાર્યવાહી થશે ખરી ?
ઉલ્લેખનીય છે કે જાહેરમાં જન્મદિવસ ઉજવણી કરવા પર ખુદ પોલીસ કમિશનર દ્વારા પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ત્યારે એસીપી કક્ષાના અધિકારીનો જાહેરમાં જન્મદિવસ ઉજવતો વિડીયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થતા સામાન્ય લોકો સામે કાર્યવાહી કરતી પોલીસ અહીં કોઈ કાર્યવાહી કરશે કે કેમ તે સવાલ લોકો ઉઠાવી રહ્યા છે
સોશ્યલ મીડિયામાં ફોટો શેર કર્યા
એસીપી અશોકસિંહ ચૌહાણે લાજવાને બદલે ગાજવા જેવો ઘાટ સામે આવ્યો છે. સાંજ સુધી તેઓનો વીડિયો વાયરલ થતા તેઓએ લાજવાને બદલે ગાજય હતા. એસીપી કક્ષાના અધિકારી હોવા છતાં તેઓએ નિયમન ધજાગરા ઉડાવ્યા હતા. ત્યારે સાંજે તેઓએ સોશ્યલ મીડિયા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને મળેલા લોકો અને સી.આર.પાટીલ સાથે માસ્ક વગર ઉભેલા લોકોના ફોટો શેર કર્યા હતા અને લખ્યું હતું કે આજનું જ છે. ભડના દીકરા હોય તો વાયરલ કરો..
સમગ્ર મામલે તપાસના આદેશ અપાયા
એસીપીએ ઉજવેલો જન્મદિવસ ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. અને આ સમગ્ર મામલે શુ પોલીસ કાર્યવાહી કરે છે કે કેમ તે સવાલો ઉઠ્યા હતા અને આ સમગ્ર મામલે તપાસના આદેશ અપાય છે. ડીસીપી પ્રશાંત સુબે આ સમગ્ર મામલની તપાસ કરશે. જો કે હાલમાં એસીપી રજા પર હોઈ કોઈ પૂછપરછ કરાઈ નથી. તેઓ ફરજ પર હાજર થશે ત્યારબાદ પૂછપરછ કરી આ સમગ્ર મામલે કાર્યવાહી કરાઈ શકે છે.