• અંકલેશ્વરના મીરાનગર પાસેની ઝાડીઓમા મૃતદેહ મળવાનો મામલો
  • એક જ કંપનીમાં કામ કરતા 2 હત્યારા મિત્રોએ મૃતકના પીએફના નાણાં માટે ફરવા લઈ જઈ મોતને ઘાટ ઉતાર્યો
  • હત્યારાઓએ બેરહેમીપૂર્વક મિત્રને માથામાં દંડો અને ગળામાં ચપ્પુ મારી મોતના ઘાટ ઉતારી દિધો
  • પોલીસે બે આરોપીમાંથી એકને ઝડપી પાડ્યો, જ્યારે બીજાને પકડવાના ચક્રો ગતિમાન કર્યા

WatchGujarat. અંકલેશ્વરમાં મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. એક જ કંપનીમાં સાથે કામ કરતા બે મિત્રોએ જ પીએફના નાણાં માટે મિત્રની હત્યા કરી હોવાનું બહાર આવતા પોલીસે બે પૈકી એક હત્યારાને ઝડપી પાડ્યો હતો.

અંકલેશ્વરના મીરાનગર પાછળ આવેલી હોટલ નર્મદા ગેટ પાસેની ઝાડીમાંથી 17 નવેમ્બરે એક યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. મૃત્યુ પામનાર યુવાન મૂળ યુપીનો અને હાલ શાંતિનગર ખાતે રહેતો મિથિલેશસિંહ પ્રમોદસિંહ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ અંગે હત્યાનો ગુનો નોંધી ઊંડાણમાં તપાસ કરતાં તેના જ 2 મિત્રોએ હત્યા કરી હોવાની હકીકત સામે આવી હતી. અને બંને હત્યારાઓ વતન તરફ ભાગ્યા હોવાની શક્યતાને પગલે ભરૂચ LCB પોલીસની ટીમે RPF તેમજ રેલ્વે પોલીસને શકમંદના નામ અને ફોટો મોકલી આપ્યા હતા.

સુરત-મુઝફ્ફરનગર જતી ટ્રેનમાંથી રતલામ પોલીસે અરુણ ચરણજીત સિંગ ઠાકોરને ઝડપી પાડ્યો હતો. અને ભરુચ પોલીસનાહવાલે કર્યો હતો. પોલીસે ઝડપાયેલ હત્યારાની પૂછપરછ કરતાં તેને વતન ખાતે રહેતી પ્રેમિકા લગ્ન માટે દબાણ કરતા તેના લગ્ન કરવા અંકલેશ્વર લઇ આવ્યો હતો. કોર્ટ મેરેજ કરવા રૂપિયાની જરૂર હતી. તો બીજા મિત્ર રંજનના માથે દેવું વધી જતાં તેને પણ દેવું ઉતારવા રૂપિયા જોઈતા હતા. જે રૂપિયા માટે મિથિલેશ સિંહના પી.એફના નાણાં માટે બંને મિત્રોએ હત્યાનો પ્લાન ઘડી ફરવા જવાનું કહી લઇ જઈ હત્યા કરી હોવાનું કબૂલ કર્યું હતું. પોલીસે અરૂણ ઠાકોરની ધરપકડ કરી રંજનને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.

મૃતક મીથીલેસના બેંક એકાઉન્ટમાં PF ના નાણાં જમા થવાના હતા. જે નાણાં તેની હત્યા કરી ATM કાર્ડ મેળવી ઉપાડી લેવાનો પ્લાન ઘડાયો હતો. જેમાં બન્ને હત્યારા મિત્રોએ મિથીલેસને માથામાં દંડો અને ગળામાં ચપ્પુ મારી હત્યા કરી હતી. હત્યા બાદ મૃતકનો મોબાઈલ અને રૂમની ચાવી લઈ તેનું ATM કાર્ડ ચોરી લેવાયું હતું. જોકે ATM ઉપર ચેક કેરતા એકાઉન્ટમાં PF ના નાણાં જમા નહિ થતા હત્યારા બન્ને મિત્રો ફરાર થઈ ગયા હતા.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud