સુરત શહેરમાં વહેલી સવારે ચકચાર મચી જવા પામી હતી
ભટાર સ્થિત સર્વોદય સ્કુલની સામે આવેલા ઝાડ પરથી એક યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
પોલીસે ફાયર વિભાગની મદદથી યુવકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી અને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડ્યો
WatchGujarat. સુરત શહેરમાં આવેલા ભટાર વિસ્તારમાં સર્વોદય સ્કુલની સામે ઝાડની ઉપર ફાંસો ખાધેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળતા ચકચાર મચી જવા પામી હતી. બીજી તરફ યુવકના મોઢામાંથી લોહી નીકળી નીચે રોડ પર પડ્યું હતું.જેથી સ્થાનિકોએ આ બાબતની જાણ પોલીસને કરી હતી. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો
સુરત શહેરમાં વહેલી સવારે ચકચાર મચી જવા પામી હતી. શહેરના ભટાર સ્થિત સર્વોદય સ્કુલની સામે આવેલા ઝાડ પરથી એક યુવકનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. યુવકના મોઢામાંથી લોહી નીકળી નીચે રોડ પર પડ્યું હતું. જેથી ત્યાંથી પસાર થતા લોકોને આ લોહી નજર પડતા તેઓએ તપાસ કરી હતી અને ઝાડ પર યુવક લટકતી હાલતમાં મળી આવ્યો હતો. જેને લઈને સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. જેથી પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ફાયર વિભાગની મદદથી યુવકની લાશને ઝાડ પરથી નીચે ઉતારી હતી અને પીએમ અર્થે સીવીલ હોસ્પિટલ ખસેડ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી
બીજી તરફ મારનાર યુવક કોણ છે અને તેણે આત્મહત્યા કેમ કરી તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી હતી. વધુમાં ઝાડ પર યુવકનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ત્યાં લોકોનું ટોળું પણ એકઠું થઇ ગયું હતું. હાલ આ સમગ્ર મામલે ખટોદરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.