ઉમરા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક તોરણ એપાર્ટમેન્ટ પાસે એક લો રાઈઝ બિલ્ડીંગને ઉતારી પડવાની કામગીરી ચાલી રહી હતી
સ્લેબ પડતા શ્રમીકના માથાના ભાગે અને હાથ પગના ભાગે ઈજા થઇ હતી
બનાવની જાણ થતા ફાયરની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી
WatchGujarat. સુરતના ઉમરા વિસ્તારમાં એક લો રાઈઝ બિલ્ડીંગ ઉતરતી વેળાએ સ્લેબ તૂટી પડતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં એક શ્રમિકને ગંભીર ઈજાઓ થતા તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો
સુરતના ઉમરા વિસ્તારમાં આવેલા અંબાજી મંદિર નજીક તોરણ એપાર્ટમેન્ટ પાસે એક લો રાઈઝ બિલ્ડીંગને ઉતારી પડવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમ્યાન અચાનક સ્લેબ તૂટી પડતા ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી. આ ઘટનામાં ત્યાં કામ કરતો એક કારીગરને ગંભીર ઈજાઓ થઇ હતી. બીજી તરફ આ બનાવની જાણ થતા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયરની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર વિભાગે ગંભીર રીતે ઘવાયેલા શ્રમિકને સારવાર અર્થે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ફાયર વિભાગે જણાવ્યું હતું કે 12-45 કલાકે ફાયર વિભાગને બે મજૂરો દબાયા હોય આ દુર્ઘટના અંગે જાણ કરાઈ હતી. જેથી ફાયર વિભાગની ત્રણ જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અહી આવી તપાસ કરતા તોરણ એપાર્ટમેન્ટમાં મકાનનું તોડવાની કામગીરી ચાલી રહી હતી. તે વેળાએ સ્લેબ પડતા માથાના ભાગે અને હાથ પગના ભાગે ઈજા થઇ હતી. જેથી તેઓને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવકનું નામ ભાવેશ હોવાનું જાણવા મળ્યું હતું. ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.