દુકાનો, નાસ્તાની લારી સહીતની જગ્યાઓ પર અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી
માસ્ક અને સોશ્યિલ ડિસટન્સ ન જળવાય ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી
ખૂબ અસરગ્રસ્ત વિસ્તારોને સુરત મહાનગરપાલિકા દ્વારા રેડ ઝોન અને હાઈરિસ્ક ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યાં
Watchgujarat.સુરતમાં કોરોનાનો કહેર ફરી એક વખત વર્તાઈ રહ્યો છે ત્યારે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. સુરતમાં આરોગ્ય વિભાગ દ્વારા દુકાનો અને નાસ્તાની લારીઓ પર તપાસ કરવામાં આવી રહી છે અને માસ્ક અને સોશ્યિલ ડિસટન્સ ન જળવાય ત્યાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે
સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. જેને લઈને તંત્ર દ્વારા ટેસ્ટીગ અને વેકસીનેશન પણ વધારવામાં આવી રહ્યું છે. બીજી તરફ તંત્ર દ્વારા હવે કોરોનાની ગાઈડ લાઈનનું ચુસ્ત પણે પાલન કરાવવામાં પણ આવી રહ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા સુરતના અલગ અલગ વિસ્તારમાં તપાસ કરવામાં આવી રહી છે. દુકાનો, નાસ્તાની લારી સહીતની જગ્યાઓ પર અલગ અલગ ટીમ બનાવી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અને જે જગ્યા પર માસ્ક વગર અને સોશ્યિલ ડીસટન્સ ન જળવાય ત્યાં નોટીસ આપી કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત સંક્રમણ વધી રહ્યું છે જેને લઈને લોકોને માસ્ક પહેરવા અને સોશ્યિલ ડિસટન્સ જાળવવા તેમજ સંપૂર્ણ તકેદારી રાખવા પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે.
નોંધનીય છે કે સુરત શહેરમાં હાલમાં ફેલાયેલા કોરોના વાયરસના સંક્રમણને ધ્યાને લેતા જે વિસ્તારોમાં કોરોના કેસો વધુ પ્રમાણમાં જોવા મળ્યા હોય તેવા ખૂબ અસરગ્રસ્ત વિસ્તારોને સુરત મહાનગરપાલિકા દ્વારા રેડ ઝોન (Red Zone) અને હાઈરિસ્ક ઝોન (High Risk Zone)માં વિભાજીત કરવામાં આવ્યાં છે. જેમાં ૧) વી.આઈ. પી. રોડ વેસુ, એસ. ડી. જૈન શાળા પાસે, હેપ્પી રેસિડેન્સી, વોર્ડ ૨, વેસુ ૨) ઇ૩. બ્લોક, વેસુ ૩) લીલા આર્કેડ, કોટક બેન્ક પાસે, સ્વીટ હોમ પાસે, સિટી લાઇટ ટાઉન અઠવા ૪) ઉધના મગદલ્લા રોડ, ફ્લાય ઓવર, ચંદ્રમણી સોસાયટી, ન્યુ સિટી લાઇટ, અલથાણ અને ૫) કેનાલ રોડ, વેસુ જીવકાર નગર ૬) જોગર્સ પાર્ક પાસે, ઘોડ દોડ રોડ, જોલી આર્કેડની સામે, અઠવા આ છ વિસ્તારોને રેડ ડોન જાહેર કરવામાં આવ્યાં છે.
જ્યારે કેનાલ રોડ, વેસુ, ૮) વેસુ મેઈન રોડ, વેસુ, ૯)સ્વીટ હાઉસ કોમ્પ્લેક્સ, સિટી લાઇટ ટાઉન, અઠવા, ૧૦) A/6, ઉધના- મગદલ્લા રોડ, સિટી લાઇટ ટાઉન, અઠવા, ૧૧) મહર્ષિ દધિચી રોડ, સિટીલાઇટ ટાઉન, અઠવા ૧૨) વરાછા ગામ ૧૩) અલથાણ-ભીમરાડ, ભીમરાડ-અલથાણ રોડ ૧૪) વેસુ, સુરત ૧૫) ચોપાટી, અઠવાલાઇન્સ ૧૬) સુકુમ પ્લેટિનમ, રત્નજ્યોતિ એપાર્ટમેન્ટની સામે, વેસુ ૧૭) એટલાન્ટા શોપર્સ, સામે. પૂજા અભિષેક રેસીડેન્સી, રિલાયન્સ માર્કેટની બાજુમાં, વેસુ ૧૮) ડુમસ ૧૯) વેસુ, રૂંઢ ૨૦) અંબિકા નગર, હરિનગર-૨,, કાશી નગર, ઉધના આ વિસ્તારોને હાઇ રિસ્ક ઝોનને જાહેર કરવામાં આવ્યાં છે.
શહેરીજનોને તંત્ર દ્વારા રેડ ઝોન અને હાઈરિસ્ક ઝોનમાં અવરજવર ટાળવા અને કોવિડ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે.