સચિન જીઆઇડીસી ગેસ કાંડમાં કુલ 11 આરોપીઓની ધરપકડ,9 આરોપીના રિમાન્ડ પૂરા
ખાડીમાં ટેન્કર ઠાલવવા બોગસ કંપનીઓ,GST નંબરનો ઉપયોગ, 4 વધુ 2 દિવસના રિમાન્ડ પર
Watchgujarat.સચીન જીઆઇડીસી ગેસ કાંડમાં 9 આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તમામને સોમવારે કોર્ટ સમક્ષ રજૂ કરી પોલીસે વધારાના 5 દિવસના રિમાન્ડની માંગણી કરતા કોર્ટે 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. નોંધનીય છે કે કુલ 11 આરોપીઓની ધરપકડ થઇ હતી જેમાંથી બેનો કોવિડ ટેસ્ટ પોઝિટીવ આવ્યો હતો. દરમિયાન આજે રિમાન્ડના મુદ્દા પરથી ખુલાસો થયો હતો કે આરોપીઓએ કેમિકલ ભરેલા ટેન્કર ઠાલવવા બોગસ કંપની અને બોગસ જીએસટી નંબરનો પણ સહારો લીધો હતો. પોલીસે માંગેલા રિમાન્ડમાં આરોપી જયપ્રતાપ ઉર્ફે ગુડ્ડ,આશિષકુમાર ગુપ્તા, વિશાલ ઉર્ફે છોટુ અનીલ યાદવ તથા પ્રેમસાગર ઓમ પ્રકાશ ગુપ્તાનો સમાવેશ થાય છે.
6 નિર્દોષ લોકોનો જીવ લેનારા ચારેય આરોપીઓ માટે મંગાયેલા રિમાન્ડના મુદ્દા
-આરોપીઓએ 2 મહિનામાં મુંબઇની હાઇકલ કંપનીમાંથી કુલ 5 ટેન્કર સોડીયમ હાઇડ્રો સલ્ફાઇડનો નિકાલ કરવા 1 ટનના 23 હજારના ભાવથી 1 ટેન્કરમાં 29 ટન કેમિકલ લાવ્યા હતા. જેમાં 3 ટેન્કરનું પેમેન્ટ હાલના આરોપીઓને મળ્યું છે. જેમાંતી તેમણે ટ્રાન્સપોર્ટેશન તથા કેમિકલ ખાલી કરાવવા સહઆરોપીઓને નાણા ચૂકવેલ છે આરોપીઓએ કેટલો આર્થિક લાભ મેળવ્યો તથા નાણાનો શું ઉપયોગ કરેલ છે તે અંગે તપાસ કરવા તેમની કસ્ટડીમાં પોલીસ હાજરીની જરૂર છે.
-આરોપીઓએ હાઇકલ કંપનીમાંથી કેમિકલ ભરેલા ટેન્કરો મંગાવેલ તે પૈકી શ્રી પેટ્રોકેમિકલ રાજકોટ ખાતે 2 ટેન્કરો ગોવિંદ નામના વ્યક્તિ મારફતે ખાલી કરાવેલ હોવાનું આરોપીઓ જણાવે છે તપાસ દરમિયાન આવી કોઇ કંપની અસ્તિત્વમાં નહીં હોવાનું જણાવેલ છે. જેથી આ અંગે તપાસ કરવા
-હાલના આરોપીઓએ બનાવના સ્થળે મોકલેલ ટેન્કરની બે બીલ બનાવેલ જેમાં એકમાં મોકલનાર મારૂતિ એન્ટરપ્રાઇઝ શ્રી ઓમસાંઇરામ અંકલેશ્વરથી કીમ નામનું તથા બીજુ બિલ ઓમસાઇ રામ ટુ ક્રિપા સીંધુ એન્ટરપ્રાઇઝ કીમથી હજીરાનું 5 જાન્યુઆરીનું બિલ આરોપીઓની ભરૂચ ઓફિસમાંથી કબજે કરાયું છે. જેમાં આરોપીઓએ ખોટી સહી કરી છે. આવી કંપનીઓ ખરેખર અસ્તિત્વમાં છે કે કેમ તે અંગે આરોપીઓ ખુલાસો કરતા નથી.
- આરોપીઓની ભરૂચ ઓફિસમાંથી કબજે કરેલા બીલમાં ખોટા જીએસટી નંબર લખેલા છે જીએસટી કચેરીમાં તપાસ કરાવાતા આવા નંબર ઇશ્યુ કરાયા નથી એવો અભિપ્રાય આપ્યો છે. આથી નંબર કોના કહેવાથી લખાવાયા એની તપાસ કરવાની છે.
-આરોપીઓએ ઝઘડિયાની કેમી ઓર્ગોનિકમાંથી કેમિકલ ભરેલા 2 ટેન્કરો લીધેલા છે. જેમાં એક અંકલેશ્વરની આમલા ખાડીમાં તેમજ બીજુ સચીન જીઆઇડીસીની ખાડીમાં પ્રેમસાગર ગુપ્તાની મદદથી ખાલી કરેલ છે. જેથી આરોપીઓને સાથે રાખી આ અંગે તપાસ કરવાની છે.
-આરોપીઓના બેન્ક ટ્રાન્ઝેક્શન, પેટીએમના વ્યવહાર ચકાસવાના છે.
- સચિન જીઆઇડીસી ગેસ કાંડમાં કુલ 11 આરોપીઓની ધરપકડ,9 આરોપીના રિમાન્ડ પૂરા
- ખાડીમાં ટેન્કર ઠાલવવા બોગસ કંપનીઓ,GST નંબરનો ઉપયોગ, 4 વધુ 2 દિવસના રિમાન્ડ પર