• ભાજપના નેતાઓના કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા હોવાનું સામે આવ્યું
  • શહેર ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ કોરોના પોઝિટિવ
  • બે દિવસ પહેલા સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા

WatchGujarat.કોરોના નિયમ માત્ર પ્રજા માટે જ ભલે હોય પરંતુ કોરોના કોઇને છોડતો નથી એ પછી નેતા હોય કે પછી સામાન્ય માણસ હોય. હાલની પરિસ્થિતિ જોતા ભાજપના નેતાઓના કાર્યક્રમમાં હજારોની ભીડ જામી રહી છે તે જોતા કદાચ નેતાઓને લાગતુ હશે અમને થોડો કોરોના થાય પરંતુ કોરોના કોઇનો સગો નથી. એ સાબિત કરી બતાવ્યું સુરતમાં ભાજપના નેતાઓના કાર્યક્રમમાં જોવા મળતા સુરત શહેર મહામંત્રી અને ડે. મેયરે.

મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા સુરતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલના સ્વાગત કાર્યક્રમમાં હાજર રહેલા ભાજપ જિલ્લા પ્રમુખ બાદ ભાજપ મહામંત્રી કિશોર બિંદલનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચ્યો છે. આ ઉપરાંત શહેરના ડે. મેયરનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આમ ભાજપના મેળાવડા બાદ નેતાઓમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોય તેમ લાગી રહ્યું છે.સુરત જિલ્લા ભાજપ પ્રમુખ કોરોના પોઝિટિવ આવ્યા બાદ સુરત શહેર ડેપ્યુટી મેયર દિનેશ જોધાણી અને શહેર ભાજપ મહામંત્રી કિશોર બિંદલ કોરોના પોઝિટિવ જાહેર થયા છે. બે જ દિવસમાં ભાજપના ત્રણ નેતાઓ કોરોના સંક્રમિત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની સંભવિત ત્રીજી લહેરની દહેશત વચ્ચે રાજ્યમાં ઠેર-ઠેર યોજાતા સરકારી કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. ત્યારે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા લોકોને સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની સલાહ અપાય છે, ત્યારે ભાજપના જ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, રવિવારે વડાપ્રધાન મોદીએ મન કી બાત કાર્યક્રમમાં રાજ્યોને કારોનાના વધતા કેસ સામે સાવધાની રાખવા માટે સૂચન કર્યું હતું. તેમ છતાં ભાજપના નેતાઓ સુધરવાનું નામ નથી લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud