• 12 ઓક્ટોબર, 2021ના રોજ સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી અને ઘર આંગણે રમી રહેલી ચાર વર્ષીય બાળકી અચાનક ગાયબ થઈ ગઈ
  • ક્રાઈમ બ્રાન્ચે 10 ટીમો બનાવીને 5 કલાકના અંતે બાળકીને ઝાડીઝાંખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી
  • બાળકીનું તબીબી પરીક્ષણ કરાવતા તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યા હતા. અને તેને બ્લીડીંગ થતું હોવાથી તેની સાથે બળાત્કાર થયું હોવાનું બહાર આવ્યું
  • પોલીસે નજીકના સીસીટીવીની મદદથી આરોપી હનુમાન કેવટની ધરપકડ કરી
  • પોક્સો કોર્ટ દ્વારા આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની સજા સંભળાવી છે

WatchGujarat. સુરતના સચિન વિસ્તારમાં ચાર વર્ષની બાળકી સાથે થયેલા બળાત્કાર કેસમાં આરોપીઓને કડક સજા ફટકારીને ડર પેદા થાય તેવો એક દાખલારૂપ ચુકાદો સુરતની સેશન્સ કોર્ટ દ્વારા આપવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફટકારતો હુકમ કર્યો છે. આખા રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં આવ્યો હોવાનું તજજ્ઞોનું અનુમાન છે.

કેસની અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, 12 ઓક્ટોબર, 2021ના રોજ સુરતની સચિન જીઆઈડીસી વિસ્તારમાં રહેતી અને ઘર આંગણે રમી રહેલી ચાર વર્ષીય બાળકી અચાનક ગાયબ થઈ ગઈ હતી. ક્રાઈમ બ્રાન્ચે 10 ટીમો બનાવીને 5 કલાકના અંતે બાળકીને ઝાડીઝાંખરામાંથી ઈજાગ્રસ્ત હાલતમાં શોધી કાઢી હતી.

બાળકીનું તબીબી પરીક્ષણ કરાવતા તેના પ્રાઈવેટ પાર્ટમાં ઈજાના નિશાન મળ્યા હતા. અને તેને બ્લીડીંગ થતું હોવાથી તેની સાથે બળાત્કાર થયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે નજીકના સીસીટીવીની મદદથી આરોપી હનુમાન કેવટની ધરપકડ કરી હતી. આ કેસમાં પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. અને પોલીસ દ્વારા 10 જ દિવસમાં ચાર્જશીટ કરવામાં આવી હતી.

તા. 23 અને તારીખ 24 ઓક્ટોબરની બે દિવસની રજામાં આખી મેટર તૈયાર કરીને તારીખ 25ના રોજ આ કેસમાં ચાર્જ અને દસ્તાવેજી પુરાવાનું લિસ્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું હતું અને તા. 26 થી 29 સુધીના સંપૂર્ણ પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. અને કોર્ટ દ્વારા પણ ગુનેગારોમાં ડર પેદા થાય અને સમાજમાં એક કડક દાખલો બેસે તે હેતુથી કેસ રાત્રે 12 વાગ્યા સુધી ચલાવવામાં આવ્યો હતો.

પોક્સો કોર્ટ દ્વારા આરોપીને જિંદગીના અંતિમ શ્વાસ સુધીની સજા અને રૂ. 1 લાખ સુધીના દંડની સજા સંભળાવી છે. આ એક ઐતિહાસિક ચુકાદો કહી શકાય, બળાત્કાર કેસમાં રાજ્યમાં સૌથી ઝડપી ચુકાદો આ કેસમાં કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. શહેરમાં જે રીતે બાળકીઓ પર દુષ્કર્મના કિસ્સાઓ બની રહ્યા છે, તેને જોતા આવી ઝડપી સજા અને ભોગ બનનારને ઝડપી ન્યાય મળે તે ખુબ જરૂરી છે.

આ પહેલા પણ ચાર વર્ષ અગાઉ સચિન વિસ્તારની જ 10 વર્ષની બાળકીને યુપી પંજાબ લઈ જઈને રેપ કરનારને કોર્ટ દ્વારા 20 વર્ષની સજા ફટકારવામાં આવી હતી. આરોપી લગ્નની લાલચ આપીને બાળકીને અપહરણ કરીને લઈ ગયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud