શહેરના હજીરા વિસ્તારમાં નરાધમે શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરી હતી
આ કેસમાં મધ્યપ્રદેશના 27 વર્ષીય આરોપીને દોષિત ઠેરવવામાં આવ્યો હતો
આજે પોક્સો કેસોની ખાસ અદાલતમાં ચુકાદો જાહેર કરાયો, કોર્ટ દ્વારા આજીવન કેદની સજા સંભળાવવામાં આવી
નરાધમને જેલવાસની સાથે સાથે એક લાખનો દંડ પણ કરવામાં આવ્યો, સજા સાંભળતા નરાધમે જજ પર ચપ્પલ ફેંક્યુ
WatchGujarat. સુરતના હજીરા વિસ્તારમાં શ્રમજીવી પરિવારની પાંચ વર્ષીય બાળકી પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમને આજે કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. મળતી વિગતો અનુસાર પોક્સો કેસોની ખાસ અદાલતમાં આજે આરોપી વિરુધ્ધ સરકારપક્ષના વિશેષ પુરાવા તથા આરોપીના ફર્ધર સ્ટેટમેન્ટ બાદ ચુકાદો જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીને આજીવન જેલવાસની સજા સાથે સાથે એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.
ચોકલેટની લાલચ આપી બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી
આજથી સાત-આઠ મહીના પહેલાં સુરતના હજીરા વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની માત્ર પાંચ વર્ષની બાળકીને ચોકલેટ આપવાની લાલચે મધ્યપ્રદેશના વતની એવા 27 વર્ષીય આરોપી સુજીત મુન્નીલાલ સાકેત બદકામ કરવાના ઈરાદે પોતાની સાથે લઈ ગયો હતો. આરોપીએ ભોગ બનનાર બાળકી સાથે સૃષ્ટિ વિરુધ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી નાસી છુટયો હતો. જેથી ભોગ બનનાર બાળકીના વાલીએ હજીરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપી સુજીત સાકેતની પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ધરપકડ કરી જેલ ભેગો કર્યો હતો.
આરોપીના મોબાઈલમાંથી મળી આવેલા પોર્નના વીડિયો મહત્વના પૂરાવા સાબિત થયા
બાળકી તરફે સરકારી વકીલ નયન સુખડવાલાએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, બાળકી સાથે બદકામ કરનારા આરોપીને કોર્ટે ગંભીર ગણીને જીવનપર્યંત જેલવાસની સજા ફટકારી છે. સાથે જ પીડિતાના પરિવારને 20 લાખનું વળતર આપવામાં આવશે. આ ઘટના અગાઉ પણ આરોપીએ એક બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. જો કે એ બાળકીએ ઈંટ મારીને પ્રતિકાર કર્યો હતો. જેથી તે બચી ગઈ હતી. પરંતુ આ બાળકી સાથે આરોપીએ ક્રુર અને જઘન્ય કૃત્ય આચર્યુ હતું. જેથી તેને કેપિટલ પનિશમેન્ટની સજા થાય તેવી માગ કરી હતી. જો કે કોર્ટે અંતિમ શ્વાસ સુધીની સજા ફટકારી છે. આરોપીના મોબાઈલમાંથી પોર્ન અને એનિમલ પોર્નના વીડિયો પણ મળી આવ્યા હતા તે પૂરાવા મહત્વના સાબિત થયાં હતાં.