• જાણીતા ચેસ્ટ સ્પેશ્યલિસ્ટ ડો.સમીર ગામીનું માનીએ તો કોરોનાની હાલ ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે
  • આવા સમયે લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી
  • આગામી દિવસોમાં 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ વય ધરાવતા લોકોને વેક્સીનનો બુસ્ટર ડોઝ આપવાનો શરૂ કરાશે

WatchGujarat. સુરત શહેર અને રાજ્યમાં વધતા કોરોના અને ઓમીક્રોનના કેસોએ ચિંતા વધારી છે. ઓમીક્રોનનો પહેલો કેસ 13 ડિસેમ્બરના રોજ નોંધાયો હતો. અને હવે અત્યારસુધી ઓમીક્રોનના 17 કેસો નોંધાઈ ચુક્યા છે. જેમાં 6 કેસોની તો કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી.

ત્યારે શહેરના જાણીતા ચેસ્ટ સ્પેશ્યલિસ્ટ ડો.સમીર ગામીનું માનીએ તો કોરોનાની હાલ ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે. 17માંથી 6 વ્યકિત જે ઓમીક્રોન પોઝિટિવ છે, તેમની કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી પણ નથી. કોરોનાના કેસો 24 થી 48 કલાકમાં ડબલ થઈ રહ્યા છે, તે જોતા કોમ્યુનિટી સ્પ્રેડ થઈ રહ્યો છે.

કોમ્યુનિટી સ્પ્રેડ એટલે કોઈ વ્યક્તિ વાયરસથી સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન હોય છતાં સંક્રમિત થાય તેને કોમ્યુનિટી સ્પ્રેડ કહી શકાય. અને હાલ સુરતમાં જે પ્રકારે કેસો વધી રહ્યા છે તે કોમ્યુનિટી સ્પ્રેડ જ બતાવી રહ્યા છે. આવા સમયે લોકોને ખાસ તકેદારી રાખવાની સલાહ પણ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી રહી છે. માસ્ક, સોશિયલ ડિસ્ટનસિંગ તેમજ કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં જો વેકસિન લીધી હોય તો હળવી સારવાર લઈને પણ સાજા થઇ શકાય છે.

જેથી વેકસીનેશન પણ તેટલું જ જરૂરી હોવાનું પણ નિષ્ણાતો માની રહ્યા છે. તેવામાં આગામી દિવસોમાં 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ વય ધરાવતા તેમજ હેલ્થ વર્કરોને બુસ્ટર પ્રિકોશન ડોઝ આપવાનું શરૂ કરવામાં આવનાર છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud