• સુરતના પાંડેસરા વિસ્તારમાં જુલાઈ 2015માં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી
  • પાંડેસરા ક્રિષ્ના ડાઈંગ પાછળથી ટેમ્પો લઈને જતા શંકર પ્રજાપતિને બાઈક સવાર ત્રણ લુટારુઓએ આંતરી મોબાઈલ લુંટવાની કોશિશ કરી
  • પ્રતિકાર કરતા આ લુટારુઓએ ટેમ્પો ડ્રાઈવરની ચપ્પુ મારી હત્યા કરી નાંખી

WatchGujarat. સાત વર્ષ પહેલા રાહદારીઓ અને વાહનચાલકોને આંતરી લુટ કરવાના ઈરાદે નીકળી માત્ર દોઢ જ કલાકના સમયગાળા દરમ્યાન પાંડેસરામાં ટેમ્પા ચાલકની અને કડોદરામાં બાઈક ચાલકની હત્યા કરનાર મુખ્ય સુત્રધાર મનીષ કુર્મી પટેલને પાંડેસરા પોલીસે ઉતર પ્રદેશના બાંદાથી ઝડપી લાવી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં જુલાઈ 2015માં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી હતી. પાંડેસરા ક્રિષ્ના ડાઈંગ પાછળથી ટેમ્પો લઈને જતા શંકર પ્રજાપતિને બાઈક સવાર ત્રણ લુટારુઓએ આંતરી મોબાઈલ લુંટવાની કોશિશ કરી હતી. પ્રતિકાર કરતા આ લુટારુઓએ ટેમ્પો ડ્રાઈવરની ચપ્પુ મારી હત્યા કરી હતી. અહીંથી આ ગેંગ સીધી કડોદરા પહોચી હતી. અહી પણ અમોલ ટાપરે નામના બાઈક સવારની લૂટના ઈરાદે હત્યા કરી હતી. જેથી સુરત પોલીસ દોડતી થઇ હતી. પોલીસે આ ગુનામાં બે આરોપીઓને તો ઝડપી લીધા હતા પરંતુ મુખ્ય સુત્રધાર કે જેણે ચપ્પુ મારી હત્યા કરી હતી. તે મનીષ ઉર્ફે વિચિત્ર બાબુ કુર્મી પટેલ પોલીસને સાત વર્ષથી હાથતાળી આપી નાસ્તો ફરતો રહ્યો હતો.

જો કે આખરે આરોપી તેના વતન બાંદા જિલ્લાના ગુજેની ગામે આવ્યો હોવાની માહિતી પોલીસને મળતા પાંડેસરા પોલીસની એક ટીમ ત્યાં ગયી હતી અને ત્યાંથી આરોપીને પકડી લાવી હતી. પાંડેસરા પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Facebook Comments Box

Videos

Our Partners