• સુરતમાં 25 ડિસેમ્બરે સુરતમાં 29 કેસો સામે આવ્યા
  • કોરોનાના કેસોમાં વધારો થતા તંત્રે ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા કમર કસી
  • વિડીયોમાં જોઈ શકાય છે કે, અહીં યુવક યુવતીઓ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. તેમજ માસ્ક અને શોશ્યલ ડીસટન્સની ધજીયા ઉડતી જોવા મળી હતી.

WatchGujarat. એક તરફ સુરતમાં કોરોનાના કેસોમાં વધારો થઇ રહ્યો છે. તો બીજી તરફ તંત્ર દ્વારા ગાઈડલાઈનનું કડકપણે પાલન કરાવવાનું શરુ કર્યું છે. આ બધા વચ્ચે સુરતમાં ડીજે પાર્ટી યોજાઈ ગયી હતી અને તેનો વિડીયો પણ શોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. આ પાર્ટીમાં હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

સુરતમાં કોરોનાએ ફરી એક વખત રફતાર પકડી છે. 25 ડિસેમ્બરે સુરતમાં 29 કેસો સામે આવ્યા હતા. જેને લઈને તંત્ર ફરી એક વખત દોડતું થઇ ગયું છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાના કેસોમાં વધારો થતા રાત્રી કફર્યુ ફરી એક વખત અમલમાં મુકાયું છે. સુરતમાં પણ તંત્ર ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવા કમર કસી છે. પરંતુ આ બધા વચ્ચે સુરતમાં  ડીજે પાર્ટી યોજાઈ ગયી હતી. આ ડીજે પાર્ટીનો વિડીયો પણ શોશ્યલ મીડીયામાં વાયરલ થયો છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો ડીજેના તાલે ઝૂમતા જોવા મળ્યા હતા. ઉમરા પોલીસ મથકની હદનો આ વિડીયો હોવાની ચર્ચા છે. આ વિડીયોમાં જોઈ શકાય છે એ અહી યુવક યુવતીઓ ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. તેમજ માસ્ક અને શોશ્યલ ડીસટન્સની ધજીયા ઉડી હતી. એક તરફ ઓમિક્રોનનો ભય સતાવી રહ્યો છે. બીજી તરફ લોકો પણ બેદરકાર છે. અને પોલીસની નાક નીચે આ ડીજે પાર્ટી યોજાઈ ગયી હતી જેને લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.

આ વીડિયોને આધારે પોલીસે હજુ સુધી કાર્યવાહી કરી ન હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શહેરમાં વધતા કેસ સામે લોકોમાં માસ્ક અંગે ગંભીરતા જોવા ન મળતા પોલીસ ખાતાના ઉચ્ચ અધિકારીએ શહેરના 6 પોલીસ ઈન્સ્પેકટરોને નોટિસ ફટકારી માસ્ક અંગે રોજે રોજ કેસ કરવા માટે આદેશ કર્યો છે. શહેરમાં કેસ વધી રહ્યા છે ત્યારે પણ પોલીસ દ્વારા હજુ ઉદાસીનતા દાખવતા શહેરમાં પાર્ટીઓની મહેફિલ સજી રહી છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud