ગુજરાતમાં દારૂબંધીની વાતો ફક્ત ધુપ્પલ જ છે
મારામારી માં લાલ શર્ટ પહેરેલા દારૂડિયાએ વાદળી શર્ટ પહેરેલા બીજા દારૂડિયાના માથા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા દારૂબંધીની હકીકત છતી થઇ
WatchGujarat. સુરતમાં લીંબાયત વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો છે. જેમાં દેખાતા શખસોએ દારૂના નશામાં ધૂત થઈને એકબીજા પર જીવલેણ હુમલો કર્યો હોવાનું પણ દેખાઈ રહ્યું છે. જાહેરમાં થયેલી મારામારી નો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
https://youtu.be/skk_LUkBx7Y
એકતરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો કરવામાં આવે છે. ત્યાં જ બીજી તરફ ગુજરાતમાં દારૂબંધીની વાતો ફક્ત ધુપ્પલ જ છે તેની સાબિતી પણ વખતોવખત સામે આવતી રહ્યો છે. આવો જ એક બનાવ સામે આવ્યો છે સુરતના લીંબાયત વિસ્તારનો.
હાલ સુરતના સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. આ વિડીયોમાં બે અસામાજિક તત્વો વચ્ચે જાહેરમાં મારા મારી જોઈ શકાય છે. બંને શખ્સોએ દારૂ પીને રોડ પર જ ધમાલ મચાવી હતી. મારામારી માં લાલ શર્ટ પહેરેલા દારૂડિયાએ વાદળી શર્ટ પહેરેલા બીજા દારૂડિયાના માથા પર લાકડાના ફટકા વડે હુમલો કર્યો છે.
વીડિયોમાં આ શખ્સ લોહી લુહાણ હાલતમાં પણ જોઈ શકાય છે. બે દારૂડિયાઓ વચ્ચેની આ મારામારી કોઈએ મોબાઈલમાં કેદ કરી વાયરલ કરી દીધી હતી. દરમ્યાન અન્ય લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. ઇજાગ્રસ્ત થયેલા યુવાનને સ્થાનિક લોકોએ હોસ્પિટલમાં ખસેડયો હતો. વિડીયો વાયરલ થતા પોલીસે બંને દારૂડિયાઓ વિરુદ્ધ ગુનો નોંધીને તેઓની અટકાયત પણ કરી છે.