• ગત 22 માર્ચના રોજ સુરતના ઉધના રેલ્વે યાર્ડ પાસે આવેલા 7 અને 8 ના ટ્રક વચ્ચે એક  મહિલાની લાશ મળી આવી હતી
  • ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સુરત, નવસારી, વાપી વલસાડ સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપસ્યા
  • તપાસ દરમ્યાન મૃતક મહિલાની હાજરી ઉધના રેલ્વે સ્ટેશને સતત બે દિવસ એક અજાણ્યા ઇસમ તથા એક નાની બાળકી સાથે દેખાઈ
  • બાળકી મહિધરપુરા પોલીસ મથકની હદમાં બિન વારસી હાલતમાં મળી આવી હતી
  • આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું

WatchGujarat. ઉધના રેલ્વે યાર્ડમાં ગર્ભવતી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. મામી સાથે અનૈતિક સબંધમાં મામી ગર્ભવતી બનતા ભાણેજેએ તેણીની હત્યા કરી હતી અને બાદમાં બાળકીને રેલ્વે સ્ટેશન પર મુકીને બિહાર ભાગી ગયો હતો. જો કે પોલીસે તેને બિહારથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતથી બિહારનું અંતર 1,635 કિમી જેટલું થવા પામે છે.

ગત 22 માર્ચના રોજ સુરતના ઉધના રેલ્વે યાર્ડ પાસે આવેલા 7 અને 8 ના ટ્રક વચ્ચે એક  મહિલાની લાશ મળી આવી હતી. આ બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા મૃતક મહિલા ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું. અને તેની હત્યા કરીને લાશ અહી ફેકી દેવામાં આવી હતી. આ ઘટનાને લઈને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ શરુ કરવામાં આવી હતી .

પોલીસે મૃતક મહિલા કોણ છે અને તેની હત્યા કોણે કરી તે દિશામાં તપાસ શરુ કરી હતી. અને ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે સુરત, નવસારી, વાપી વલસાડ સહિતના અલગ અલગ સ્થળોના સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. આ તપાસ દરમ્યાન મૃતક મહિલાની હાજરી ઉધના રેલ્વે સ્ટેશને સતત બે દિવસ એક અજાણ્યા ઇસમ તથા એક નાની બાળકી સાથે દેખાઈ હતી. જેથી આ દિશામાં પોલીસે તપાસ શરુ કરી હતી. આ દરમ્યાન બાળકી મહિધરપુરા પોલીસ મથકની હદમાં બિન વારસી હાલતમાં મળી આવી હતી. અને આરોપી બાળકીને એકલી મૂકી ફરાર થઇ ગયો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું.

આ ઘટનામાં પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરુ કરી હતી. આ દરમ્યાન બાતમી મળી કે, આરોપી ગુનો કરીને બિહાર ભાગી ગયો છે. જેથી પોલીસે એક ટીમ બિહાર મોકલી હતી અને બિહાર ખાતેથી આરોપી લાલુકુમાર અજયકુમાર બિંદને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની ધરપકડ કરી સુરત લાવી હતી. સુરતમાં પોલીસે તેની કડક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલા તેની મામી હતી. અને તેની મામી સાથે તેના અનૈતિક સબંધ હતા. અને મામી ગર્ભવતી બનતા સમાજમાં તેનું નામ ખરાબ થવાના ભયથી તેની હત્યા કરી હતી. અને 2 વર્ષની બાળકીને સુરત રેલ્વે સ્ટેશન બહાર છોડી પોતે ફરાર થઇ ગયો હતો.

પોલીસે જણાવ્યું હતું કે  19 માર્ચના રોજ સાંજના સમયે વલસાડ મેમુ ટ્રેન મારફતે ઉધના રેલ્વે સ્ટેશન પર એક પુરુષ અને અઢી વર્ષની બાળકી સાથે આવે છે. આ ઉપરાંત બીજા દિવસે મોડી રાતે પણ તેઓ સ્ટેશન પર દેખાય છે. આમ બે વખત તેઓની અવરજવર ઉધના રેલ્વે સ્ટેશન દેખાઈ હતી. 21 તારીખના રોજ સીસીટીવી ફૂટેજમાં મહિલા અને પુરુષ સાથે જતા દેખાયા હતા. અને બાદમાં માત્ર પુરુષ જ આવતો દેખાયો હતો જેથી હત્યા પુરુષે કરી હોવાની શંકા પ્રબળ બની હતી. આ ઉપરાંત મહિધરપુરા પોલીસ મથકની હદમાં બાળકી મળી હતી. તે અંગે પણ સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. જેમાં આ જ પુરુષ બાળકીને મૂકી ગયો હોવાનું બહાર આવ્યું હતું. અને બાદમાં પુરુષ ટ્રેનમાં બેસી ફરાર થતો દેખાયો હતો. આ ઘટના બાદ પોલીસે એક ટીમ બાતમીના આધારે બિહાર મોકલી હતી. બિહારના ગોરહીડા ગામેથી તેની ધરપકડ કરી હતી. આ ઘટનામાં પોલીસે વધુમાં જાણાવ્યું હતું કે, આરોપી સાથે પ્રેમ થઇ જતા મહિલાએ તેના પતિને છોડી દીધો હતો તેનો પતિ પ્રોહીબીશનના ગુનામાં બિહારમાં જેલમાં બંધ છે.

આરોપીએ પોલીસને જણાવ્યું હતું કે તે કીમ, સંજાણમાં ફેકટરીઓમાં નોકરી કરતો હતો. મૃતક મહિલાનું નામ રીતા દેવી ઉર્ફે લક્ષ્મી સીયારામ ચૌધરી હતું. તે તેની મામી થતી હતી અને તેની સાથે અનૈતિક સબંધ હતા. મામી તેની સાથે સુરત આવી ગયી હતી. મામી આરોપી સાથે જ રહેવાની જીદ કરતી હતી. સુરતમાં તેઓનો ફરી એક વખત ઝઘડો થયો હતો અને મામીએ કા તો તું મને સાથે રાખ કા તો મને મારી નાખ એમ કહ્યું હતું અને બાદમાં ઝઘડો થયો હતો. વધુમાં મૃતક મહિલા ગર્ભવતી હતી તે બાળક પણ આરોપીનું હતું અને પેટમાં મુક્ક મારી તેની હત્યા કરી હતી.

Facebook Comments Box

Videos

Our Partners