• ડાયમંડના વેપારી નિરવભાઈ વલાણી તેમના પત્ની અને 11 વર્ષની દીકરી સાથે ફેબ્રુઆરીમાં દીક્ષા લેશે
  • માતા અને પુત્રી 10મી ફેબ્રુઆરીએ આચાર્ય રશ્મિરત્નસૂરીજીના હસ્તા રજોહરણ ગ્રહણ કરશે
  • નિરવભાઈ ગુણહંસવિજયજી મ.સા.ના હસ્તે 17મી ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના તેનાલી ખાતે રજોહરણ ગ્રહણ કરશે

Watchgujarat. સુરત એક ડાયમંડ સિટી છે. અહીં હિરાનાં વેપારીઓ વસે છે તેઓ પાસે અઢળક રૂપિયા હોવા છતાં અનેક પરિવાર સંસારનું સુખ છોડીને આધ્યાત્મનાં માર્ગે વળી રહ્યા છે. માત્ર વડીલો જ નહીં પરંતુ પોતાના દીકરા-દીકરો પણ નાની ઉંમરમાં દિક્ષા લઇ રહ્યા છે ત્યારે સુરતનો વધુ એક જૈન પરિવાર દિક્ષા લેવા જઇ રહ્યો છે.

મળતી માહિતી મુજબ મૂળ બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અને સુરતમાં રહેતા ડાયમંડના વેપારી નિરવભાઈ વલાણી તેમના પત્ની અને 11 વર્ષની દીકરી સાથે ફેબ્રુઆરીમાં દીક્ષા લેશે. સુરતના વેસુમાં નંદનવન-3માં રહેતા ડાયમંડના વેપારી 44 વર્ષના નિરવભાઈ વેલાણી, તેમના પત્ની સોનલબેન (43 વર્ષ) અને 11 વર્ષની દીકરી વિહા સાથે દીક્ષા લેશે. માતા અને પુત્રી 10મી ફેબ્રુઆરીએ આચાર્ય રશ્મિરત્નસૂરીજીના હસ્તા રજોહરણ ગ્રહણ કરશે, જ્યારે નિરવભાઈ ગુણહંસવિજયજી મ.સા.ના હસ્તે 17મી ફેબ્રુઆરીએ આંધ્ર પ્રદેશના તેનાલી ખાતે રજોહરણ ગ્રહણ કરશે.

ઉલ્લેખનીય છે કે, પાંચ વર્ષ પહેલા નિરવભાઈના પુત્ર કલશે પણ દીક્ષા લીધી હતી. તે સમયે તેની ઉંમર 13 વર્ષ હતી. હાલ તેઓ ક્ષમાશ્રમણવિજયજી મહારાજ તરીકે સાધુ જીવન ગાળી રહ્યા છે. પુત્રના સંયમ વૈભવને જોઈને આખો પરિવાર દીક્ષા લેવા માટે પ્રેરિત થયો. નિરવભાઈના પત્ની સોનલબેન તો લગ્ન પહેલા દીક્ષા લેવા માગતા હતા, પરંતુ તેમ થઈ શક્યું ન હતું. જોકે, હવે દીક્ષા લેવાનો માર્ગ મોકળો થતા તેઓ ખુશ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સુરતમાં તાજેતરમાં જ 77 જણાને સામુહિક દીક્ષા આપવામાં આવી હતી. તેમાં આઠથી વધુ પરિવારોએ એકસાથે સંયમમાર્ગ અપનાવ્યો હતો. આ પહેલા પણ સુરતના ઘણા પૈસાદાર પરિવારના લોકો અને તેમના બાળકો દીક્ષા લઈ ચૂક્યા છે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud