• સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા યુવકને સંતાનમાં બે પુત્રીઓ છે
  • બંને પુત્રીઓને પોલીસ ચોકી પાસે ઉભેલી જોઈ પોલીસકર્મીઓએ બંને પુત્રીઓને પૂછ્યું કે શું થયું છે, તો પુત્રીઓએ સમગ્ર હકીકત જણાવી
  • અગાઉ પણ પિતાએ દીકરીઓની છેડતી કરી હતી

WatchGujarat. સુરતના માન દરવાજા વિસ્તારમાં સગા બાપે પોતાની જ 14 વર્ષીય પુત્રી પર બે બે વખત દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી અન્ય નાની દીકરીની છેડતી પણ કરી હતી. આ મામલે બાળકીઓને ગુડ ટચ બેડ ટચ અંગે માહિતી પોલીસ દ્વારા અપાઈ હતી જેથી બાળકીઓ સીધી પોલીસ મથકે પહોચી હતી અને સમગ્ર બાબતની જાણ પોલીસને કરી હતી. જેથી આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી નરાધમ પિતાની ધરપકડ કરી હતી

સુરતના માન દરવાજા વિસ્તારમાં રહેતા યુવકને સંતાનમાં બે પુત્રીઓ છે. એક પુત્રી 14 વર્ષની છે તો બીજી પુત્રી 13 વર્ષની છે. તેની બંને પુત્રીઓને પોલીસ ચોકી પાસે ઉભેલી જોઈ પોલીસકર્મીઓએ બંને પુત્રીઓને પૂછ્યું કે શું થયું છે, તો પુત્રીઓએ સમગ્ર હકીકત જણાવી હતી. જેથી પોલીસકર્મીઓ પીસીઆર વાન બોલાવી બંને દીકરીઓને પોલીસ મથકે લઇ ગયી હતી. જ્યાં મહિલા પોલીસ મથકની હાજરીમાં જ બંને પુત્રીઓએ સમગ્ર હકીકત જણાવી હતી.

મળતી માહિતી મુજબ તેણીના પિતાએ બે વખત તેણીની પર દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહી નાની બહેનની છેડતી પણ કરી હતી. આ ઘટના બાદ પોલીસ બંને દીકરીઓની માતાને પોલીસ મથકે બોલાવી હતી. અને આ સમગ્ર મામલે ગુનો નોંધી તેના પિતાની ધરપકડ કરી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ અગાઉ પણ પિતાએ દીકરીઓની છેડતી કરી હતી. ત્યારે બંને દીકરીઓએ માતાને ફરિયાદ કરી હતી. પરંતુ તે સમયે માતાએ તેના પતિને માત્ર સમજાવ્યો હતો. પરંતુ ફરી એક વખત દરગાહ લઇ જવાની વાત કરી ખેતર પાસે છેડતી કરી હતી. અને ત્યારબાદ ઘરમાં જ દુષ્કર્મ આચર્યું હતું.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud