ગતરાત્રે સિવિલના ઇમર્જન્સી રૂમમાં તુષાર પટેલ નર્સિંગ ડ્યૂટી પર હતો ત્યારે પ્ર.નગર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ સોનલ કોલ્ડ રૂમમાં પહોંચી
તુષાર પટેલનો હાથ મહિલા કોન્સ્ટેબલને અડી જતાં હોબાળો થયો હતો, અને છેડતીનો આળ મુક્યો
તુષાર પટેલે ભૂલથી હાથ અડ્યાનું કહી માફી માગી પરંતુ મહિલા કોન્સ્ટેબલે જાહેરમાં જ તુષારને ફડાકો ઝીંકી દીધો
WatchGujarat. સિવિલ હોસ્પિટલના ઇમર્જન્સી રૂમમાં મંગળવારે રાત્રે ધમાલ મચી ગઇ હતી, ફરજ પર રહેલા નર્સિંગ સ્ટાફ યુવકનો હાથ મહિલા કોન્સ્ટેબલને અડી જતાં મહિલા કોન્સ્ટેબલે પિત્તો ગુમાવ્યો અને બ્રધરને ફડાકો ઝીંકી દેતા હોબાળો મચી ગયો હતો. ઘટનાને પગલે હોસ્પિટલનો નર્સિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો હતો, જોકે બાદમાં તમામ ફરજ પર આવી ગયા હતા.
જાણવા મળતી વિગત મુજબ ગતરાત્રે સિવિલના ઇમર્જન્સી રૂમમાં તુષાર પટેલ નર્સિંગ ડ્યૂટી પર હતો ત્યારે પ્ર.નગર પોલીસ સ્ટેશનની મહિલા કોન્સ્ટેબલ સોનલ કોલ્ડ રૂમમાં એક ડેડ બોડી રાખવાના કામ સબબ પહોંચી હતી, તે વખતે તુષાર પટેલનો હાથ મહિલા કોન્સ્ટેબલને અડી જતાં હોબાળો થયો હતો, અને છેડતીનો આળ મુક્યો હતો, તુષાર પટેલે ભૂલથી હાથ અડ્યાનું કહી માફી માગી પરંતુ મહિલા કોન્સ્ટેબલે જાહેરમાં જ તુષારને ફડાકો ઝીંકી દીધો હતો.
ઘટનાના સાક્ષી ડોક્ટર સહિતના સ્ટાફે તુષાર પટેલથી ભૂલથી હાથ અડ્યાની તેમ છતાં તેણે માફી માગી હોવાનું કહી મહિલા કોન્સ્ટેબલે ફડાકો મારતા વિરોધ કર્યો હતો, તેના તુમાખી ભર્યા વર્તનથી ઇમર્જન્સી રૂમમાં રહેલા સ્ટાફમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો, સમગ્ર ઘટના વાયુવેગે હોસ્પિટલ કેમ્પસમાં ફરી વળતાં તમામ સ્ટાફ પહોંચી ગયો હતો અને હડતાળની જાહેરાત કરી હતી.
બીજીતરફ ઘટનાની જાણ થતાં મેટ્રન જાખરિયા સહિતના પહોંચ્યા હતા અને દર્દીઓને ધ્યાને લઇ હડતાળ ન કરવા સમજાવતા તમામ ફરીથી કામ પર આવી ગયો હતો. નર્સિંગ સ્ટાફે જણાવ્યું હતું કે, અંગે બુધવારે પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવશે. અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો ગાંધી ચીંધ્યા માર્ગે વિરોધ કરવામાં આવશે.