• ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી
  • પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું
  • સદનસીબે કોઈ જાનહાની થઇ નથી

WatchGujarat.સુરતના સીમાડા વિસ્તારમાં ચાલુ કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગમાં કાર બળીને ખાખ થઇ ગયી હતી. તો બીજી તરફ આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થવાના સમાચાર સામે આવ્યા નથી

મળતી માહિતી મુજબ સુરતના સીમાડા વિસ્તારમાં ચાલુ કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. પલભરમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઇ ગઇ હતી. સમય સુચકતા વાપરી કાર ચાલક કારની બહાર નીકળી ગયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું. બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આગ પર કાબુ મેળવી લીધો હતો. પરંતુ ત્યાં સુધીમાં આગમાં કાર બળીને ખાખ થઇ ગયી હોવાનું માલુમ પડ્યું હતું.

કાર માલિક રવી ભાઈએ જણાવ્યું હતું કે તેઓ જેકાર્ડ મશીન બનાવવાનું કારખાનું ધરાવે છે. તેનો ભાઈ કાર લઈને નીકળ્યો હતો. ત્યારે કારમાં આગ લાગી હતી. આગ લાગવાનું કારણ જાણવા નથી મળ્યું

ફાયર વિભાગે જણાવ્યું હતું કે આગનો કોલ 11:49નો હતો. કોલ મળતા જ ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો. કારમાં સવાર બે લોકોનો આબાદ બચાવ થયો હતો.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud