• સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટમાં દિવાળી બાદ ડોર ટુ ડોર કચરાની ગાડીઓ નિયમિત રીતે આવી નથી રહી
  • આજે કંટાળીને આખી સોસાયટી નો કચરો ભેગો કરીને સોસાયટીના મુખ્ય રસ્તા પર નાંખ્યો
  • પાલિકા તંત્રની આંખ ઉઘાડવા સોસાયટીના રહીશોએ વિરોધ વ્યક્ત કર્યો

WatchGujarat. તાજેતરમાં જ દેશના સ્વચ્છ શહેરોમાં સુરત શહેરને બીજો ક્રમાંક પ્રાપ્ત થયો છે. તો બીજી તરફ હજી પણ દીવા તળે અંધારા જેવો ઘાટ જોવા મળે છે. જ્યારે શહેરની જ કેટલીક સોસાયટીમાં સ્વચ્છતાને લઈને લોકોની અસંખ્ય ફરિયાદો સામે આવી રહી છે. અહીં વાત છે સુરતના પુણા ગામ વિસ્તારમાં આવેલ આશીર્વાદ સોસાયટીની. જ્યાં દિવાળી બાદ ડોર ટુ ડોર કચરાની ગાડીઓ નિયમિત રીતે આવી નથી રહી. જેના કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

આ સોસાયટીના પ્રમુખ રાજુ વેકરિયા ના જણાવ્યા પ્રમાણે આ મામલે સોસાયટીના સ્થાનિકો દ્વારા અહીંના આધિકારીઓને, પદાધિકારીઓને તેમજ જન પ્રતિનિધિઓને અસંખ્યવાર રજૂઆતો કરીને ધ્યાન દોરવામાં આવ્યું છે. છતાં આજદિન સુધી આ બાબતનું નિરાકરણ આવી શક્યું નથી. જેથી આખરે તેઓએ આજે કંટાળીને આખી સોસાયટી નો કચરો ભેગો કરીને સોસાયટીના મુખ્ય રસ્તા પર નાંખ્યો છે. રોજેરોજ કચરો એકત્ર થાય તેનો નિકાલ કેવી રીતે કરવો તેનો એક મોટો પ્રશ્ન સોસાયટીના લોકોને થઈ રહ્યો છે.

જેથી પાલિકા તંત્રની આંખ ઉઘાડવા તેઓએ આ રીતે વિરોધ વ્યક્ત કર્યો છે. આગામી દિવસોમાં જો કોઈ ઉકેલ નહિ આવે તો સોસાયટીનો કચરો ભેગો કરીને પાલિકા કચેરી પર લઈ જવામાં આવશે તેવી ચીમકી પણ સ્થાનિકો દ્વારા ઉચ્ચારવામા આવી છે.

Facebook Comments Box

Videos

Our Partners