સુરતમાં વાહનચોરી, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, ચોરી, લુંટ, ઠગાઇના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે
ઈમ્તીયાઝ ઈકબાલ બચાવને બિલ્ડર ઈરફાન ચામડિયાએ ફોન કરી કહ્યું હતું કે, જમીનની મેટરમાં સજ્જુ કોઠારીને ત્યાં જવાનું છે
માથાભારે સજ્જુ કોઠારીએ ગાળાગાળી કરી જમીનદલાલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
સમગ્ર મામલે અઠવા પોલીસે સજ્જુ સામે ગુનો નોંધ્યો
WatchGujarat. સુરતમાં ગુનેગારોના મનસુબા કેટલા બુલંદ છે તેનો અંદાજો લગાડી શકાય તેવી ઘટના ગતરોજ સામે આવી હતી. નાનપુરાના માથાભારે સજ્જુ કોઠારીએ જમીનદલાલને ધમકી આપી કે 48 કલાકમાં તને પુરો કરી નાખીશ, હું વોન્ટેડ છું તો પણ તારી સામે બેઠો છું, હવેથી તુ એકલો ફરતો નહિ, તારે જીવવું હોય તો આઠ માણસો સાથે લઈને ફર, આવી ધમકી આપી માર માર્યો હતો. અઠવા પોલીસે સજ્જુ સામે ગુનો નોંધ્યો છે.
સુરતમાં વાહનચોરી, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, ચોરી, લુંટ, ઠગાઇના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે. તેના પરથી ગુનેગારો પર પોલીસ ધાક બેસાડવામાં નિષ્ફળ રહી હોવાનો અંદાજો લગાડી શકાય છે. ગતરોજ બનેલી ઘટના અંગે પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર, અડાજણ પાટિયા ન્યુ ગોરાટ રોડ પર અલફે શાની ટાવરમાં રહેતા અને જમીન દલાલી કરતા 44 વર્ષીય ઈમ્તીયાઝ ઈકબાલ બચાવને બિલ્ડર ઈરફાન ચામડિયાએ ફોન કરી કહ્યું હતું કે, જમીનની મેટરમાં સજ્જુ કોઠારીને ત્યાં જવાનું છે. તેની સાથે મકસુદ ગોડીલ પણ સજ્જુને ત્યાં પણ ગયો હતો.
દરમિયાનમાં સજ્જુની ઓફિસમાં વાતચીત કરતા હતા, તેવામાં માથાભારે સજ્જુ કોઠારીએ ગાળાગાળી કરી જમીનદલાલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહિ માથાભારે તેના પન્ટરોને કહ્યું કે સામાન નિકાલ હું તને અહીં મારી નાખીશ તારાથી થાય તે કરી લેજો એવી ધમકી આપી હતી. જમીન દલાલ ગભરાય જતા તેના ભાઈને સજ્જુના ઘર પાસે લેવા બોલાવ્યો હતો.
- સુરતમાં વાહનચોરી, ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન, ચોરી, લુંટ, ઠગાઇના કિસ્સાઓ અવાર નવાર સામે આવતા રહે છે
- ઈમ્તીયાઝ ઈકબાલ બચાવને બિલ્ડર ઈરફાન ચામડિયાએ ફોન કરી કહ્યું હતું કે, જમીનની મેટરમાં સજ્જુ કોઠારીને ત્યાં જવાનું છે
- માથાભારે સજ્જુ કોઠારીએ ગાળાગાળી કરી જમીનદલાલને માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી
- સમગ્ર મામલે અઠવા પોલીસે સજ્જુ સામે ગુનો નોંધ્યો