સુરતમાં સોશિયલ મીડિયાના સમયમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
ગત 30 ઓકટોબરના રોજ યુવકે ઘરમાં જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો
વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું
WatchGujarat. સુરતમાં ઇન્સ્ટાગ્રામ પર યુવક સાથે વિડીયો કોલમાં નગ્ન અવસ્થામાં થયેલી વાતચિતનો વિડીયો વાયરલ કરવાની ધમકી આપતા યુવકે બદનામીના ડરથી ફાંસો ખાઈ જીવન ટુકાવી લીધું હતું. એટલું જ નહી યુવક પાસેથી અગાઉ 20 હજાર રૂપિયા પણ પડાવી લેવામાં આવ્યા હતા. તેમ છતાં તેને બ્લેકમેઈલ કરી વધુ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી.
શોશ્યલ મીડિયામાં ખુબ જ એક્ટીવ રહેતા લોકો માટે આ ઘટના લાલબતી સમાન છે. સુરતમાં એક એવી ઘટના બની છે જેને લઈને યુવકે આપઘાત કરવો પડ્યો છે. ઘટના કાંઇક એમ છે કે સુરતના રાંદેર વિસ્તારમાં રહેતો 26 વર્ષીય યુવક કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતો હતો.
ગત 30 ઓકટોબરના રોજ તેણે ઘરમાં જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. તેના આપઘાતના પગલે પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયું હતું. ભાઈની અંતિમ વિધિ કરી ઘરે આવી ભાઈએ તેનો મોબાઈલ ચેક કર્યો હતો જેમાં હક્કિત બહાર આવી તે જાણીને તે પણ ચોકી ઉઠ્યો હતો. પોતાના જ ભાઈને ઇન્સ્ટાગ્રામ પર બિભત્સ ચેટ થયેલી હોવાનું અને વિડીયો કોલ થયો હોવાનું જણાયું હતું. જેથી તેને વોટ્સએપ ચેટ પણ જોઈ હતી જેમાં આ વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવામાં આવતું હતું.
તેનો ભાઈ વિડીઓ ડીલીટ કરવા માટે આજીજી કરતો હતો. પરંતુ બ્લેક મેઈલર માનતા ન હતા. જેથી તેના ભાઈએ 20 હજાર રૂપિયા પણ ચૂકવી દીધા હતા. તેમ છતાં વધુ રૂપિયાની માંગણીઓ થઇ રહી હતી. એટલું જ નહી આપઘાત પહેલા યુવકે પોતે આપઘાત કરે છે તેવો ફોટો પણ બ્લેકમેઈલર લોકોને મોકલાવ્યો હતો પરંતુ તેઓ માન્ય ન હતા અને છેવટે આખરે કંટાળી યુવકે આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ યુવકના ભાઈએ રાંદેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં પોલીસે તપાસ શરુ કરી છે.
- સુરતમાં સોશિયલ મીડિયાના સમયમાં ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો
- ગત 30 ઓકટોબરના રોજ યુવકે ઘરમાં જ ગળેફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો
- વિડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું